તમારા ગુસ્સા પર કાબુ મેળવવા આ યોગમુદ્રા કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું તમને દરેક નાની બાબત પર ગુસ્સો આવે છે તોડફોડ કરવાનું શરૂ કરી દો છો, તનાવ અને કામના દબાણના કારણે જો તમારો ગુસ્સો પર નિયંત્રણ ન રહેતું હોય તો તમારે નિયમિત રૂપે ઉપયોગ કરવાની આવશ્યકતા છે, યોગમાં કેટલીક એવી મુદ્રાઓ છે કે જેના નિયમિત રીતે અભ્યાસ કરવાથી મન શાંત થાય છે જેથી તમારો ગુસ્સો શાંત થાય છે. તો આવો જાણીએ યોગની મુદ્રાઓ કરવાની પદ્ધતિ.

 

સેપના મુદ્રા

 

આ મુદ્રા કરવાથી ડિપ્રેશન અને તણાવ ઘટાડો થાય છે, શરીરની નકારાત્મક ઉર્જા નીકળી જાય છે, સકારાત્મક વિચારો મનમાં આવવાની શરૂઆત થાય છે, આ મુદ્રા માટે સુખાશનમાં બેસી અને હથેળીઓને એકબીજા સાથે એવી રીતે લગાડો કે આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી રહે.બાકીની આંગળીઓ એ રીતે વાળેલી રાખો કે મુઠ્ઠીનો આકાર બને, હવે પોતાના હાથની આંગળીઓને જમીન તરફ લઈ જવાની પંદરથી વીસ સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પોતાના શ્વાસ પર ધ્યાન લઈ જા પછી બંને હાથોને આરામદાયક મુદ્રામાં લઇ આવો.

 

જ્ઞાન મુદ્રા

 

આ મુદ્રા કરતી વખતે હાથના અંગુઠાને અને તર્જની આંગળીને એકસાથે દબાવવામાં આવે છે, જેના કારણે મન શાંત રાખવામાં મદદ મળે છે, આ મુદ્રા કરતી વખતે પદ્માસનમાં બેસો અને પોતાના હાથ તેમજ હથેળીને ઘૂંટણ પર રાખો,  અંગૂઠો અને પહેલી આંગળી એક સાથે મિલન કરી આંગળીઓ બાકીની આંગળીઓ સીધી રાખો. આમ કરવાથી તનાવ અને અનિદ્રા દૂર કરવામાં મદદ મળે છે તમારો ગુસ્સો પણ ઓછો થાય છે.


મુષ્ટિ મુદ્રા

 

આ મુદ્રા કરવાથી તમારો ગુસ્સો ચીડિયાપણું નકારાત્મક ભાવો તમામમાં ઘટાડો કરવામાં મદદ મળે છે, અને પોતાના હાથની એક મુઠ્ઠીની જેમ બનાવો અને અંગુઠાને બીજી આંગળી ઉપર રાખો, ગુસ્સાથી રાહત મેળવવા માટે આવું પાંચથી દસ મિનિટ સુધી કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS