કારણ વિના પણ મૂડ રહે ખરાબ તો આ વસ્તુઓનું કરો સેવન, તુરંત મૂડ થઈ જશે ટનાટન

  • May 19, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે એવું થાય છે કે આપણી સાથે કંઈ અણધારી ઘટના બને કે કોઈ સમસ્યા આવે તો જ આપણો મૂડ ખરાબ થાય છે. પરંતુ ઘણા લોકો એવી સમસ્યામાંથી પસાર થતા હોય છે કે તેમનો મૂડ કારણ વિના પણ ખરાબ રહે છે. કોઈપણ પ્રકારના કારણે વિના જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે મીઠાઈ ખાવાનું મન થાય કે પછી કોઈપણ હાઈ કેલેરી ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. જો કે આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને મૂડ તો ખરાબ જ રહે છે. 

 

પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખોરાક એવા છે જેનું સેવન કરવાથી તમારો મૂડ તુરંત જ મસ્ત થઈ શકે છે ? આ વસ્તુઓ એવી છે જે આરોગ્ય માટે પણ લાભકારી છે.  મૂડ અને ખોરાક વચ્ચેના સંબંધ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે આપણે ખરેખર પરેશાન હોઈએ છીએ કેટલાક ખોરાક ખાવાથી આપણા મૂડને અમુક અંશે સુધારવામાં મદદ મળે છે. કયા છે આ સુપરફૂડ વાંચી લો અહીં. 

 


ઓટ્સ
ઓટ્સમાં ફાઇબર ભરપૂર હોય છે જે લોહીમાં સુગરના સ્તરને સ્થિર કરે છે અને મૂડને સુધારે છે. તેમાં આયર્ન પણ હોય છે જે મૂડ સિસ્ટમને કંટ્રોલ કરે છે. જો તમે નાસ્તામાં દૂધ, મધ અને કિસમિસ સાથે ઓટ ખાશો તો પછી તમારો મૂડ દિવસભર સારો રહેશે. 

 

કોફી
કોફીમાં કેફીન હોય છે જે મૂડને અસર કરે છે. જો તમે દિવસ દરમિયાન બે કપ કોફી પીતા હોવ તો તે તમને તાજગી અનુભવાશે. 

 

અખરોટ 
અખરોટ ઓમેગા 3, ફેટી એસિડ્સ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. જે મગજમાં સેરોટોનિનનું સ્તર ઝડપથી વધારે છે. તેને ખાવાથી તાણ દૂર થાય છે અને મૂડ પણ સારો રહે છે. 

 

ગ્રીન ટી
ગ્રીન ટી એન્ટી ઓકિસડન્ટો અને એમિનો એસિડથી ભરપુર હોય છે જે શરીરની શક્તિમાં વધારો કરે છે. જો તમારો મૂડ ખરાબ છે તો તેનું સેવન કરો તેનાથી તુરંત તમને સારું લાગશે. 

 

ડાર્ક ચોકલેટ 
ડાર્ક ચોકલેટમાં એન્ટી ઓકિસડન્ટ ગુણધર્મો હોય છે જે તાણ ઉત્પન્ન કરતા હોર્મોન્સને ઘટાડે છે અને ગુડ હોર્મોન્સમાં વધારો કરે છે જે વ્યક્તિને ખુશ રાખે છે.  

 

શક્કરીયા

શક્કરીયામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે મગજમાં સેરોટોનિન વધારવામાં મદદ કરે છે. તે મૂડ સારો રાખે છે. 

 

કેળા
કેળામાં કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, વિટામિન બી 6, પ્રી-બાયોટિક ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા અને મૂડને સારો રાખવામાં મદદ કરે છે.

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS