દેશમાં ગ્રાહક વર્ગની ખરીદ ક્ષમતા તળીયે, જુલાઈ માસમાં ગ્રાહકોની હાલત વધુ કફોડી થઈ, આવકમાં ઘટાડો અને જીવનનિર્વાહ મોંઘો

  • August 07, 2021 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીને પગલે અર્થતંત્ર ની સામે પડકારો ચાલી રહ્યા છે ત્યારે બીજી બાજુ દેશના ગ્રાહક વર્ગની હાલત કફોડી બની ગઈ છે અને જુલાઈ માસમાં ગ્રાહકોની ખરીદ શક્તિમાં રેકોર્ડ ઘટાડો થયો છે અને દેશના ગ્રાહક વર્ગની ખરીદ શક્તિ તળિયે પહોંચી ગઇ છે.

 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દેશના અનેક શહેરોમાં કરવામાં આવેલા સર્વેમાં ગ્રાહકો પાસેથી વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં એવું બહાર આવ્યું છે કે બિન જરૂરી ચીજોની ખરીદી ગ્રાહકો કરી શકે એમ જ નથી કારણ કે આવક ઘટી ગઈ છે અને જીવન નિર્વાહ ખૂબ જ મોંઘો થઇ ગયો છે.

 

રિઝર્વ બેન્ક દ્વારા દેશના 13 શહેરોમાં સાડા પાંચ હજાર જેટલા પરિવારો માં સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં એવી વિગત બહાર આવી છે કે ગ્રાહકોનો વિશ્વાસ અને ખરીદ શક્તિ તળિયે બેસી ગયા છે અને એમની આર્થિક સ્થિતિ વધુ નિરાશાજનક બની છે.

 

આગામી સમયમાં પણ દેશના ગ્રાહક વર્ગની ખરીદશક્તિમાં કોઈ સુધારો થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી અને એવું પણ જાણવા મળ્યું છે કે જો કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેર શરૂ થશે અને વધુ પ્રતિબંધ લાદવામાં આવશે તો ગ્રાહક વર્ગની હાલત વધુ ખરાબ થઈ શકે છે.

 

આગામી સમયમાં દેશની સામે ફુગાવો ભયંકર પડકારો ઊભા કરશે અને એવી અપેક્ષા અને અનુમાનો લગાવવામાં આવ્યા છે કે આગામી ત્રણ માસમાં ફુગાવામાં ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે અને તે 11.3 ટકા સુધી રહી શકે છે.

 

કોરોનાવાયરસ મહામારીને પગલે આવેલા પ્રતિબંધો ને લઈને અર્થતંત્ર ની સામે જે પડકારો રહ્યા છે તો બધું નિરાશાજનક ચિત્ર બતાવી રહ્યા છે અને ખાસ કરીને દેશના ગ્રાહક વર્ગના કોન્ફિડન્સ માં ભારે ઘટાડો નોંધાયો છે.

 

આગામી દિવસો વધુ પડકારજનક બની શકે છે અને ગ્રાહક વર્ગની ખરીદ શક્તિમા વધુ ઘટાડો થવાનું જોખમ રહેલું છે. લોકોને મોંઘવારી ભયંકર રીતે નડી રહી છે અને ખાવાપીવાની ચીજો સિવાય કોઈ બીજી વસ્તુઓની ખરીદી તેઓ કરી શકતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021