કોરોના કહેર વધ્યો: નવા 31 કેસ સાથે એક્ટિવ પેશન્ટની સંખ્યા 264

  • March 26, 2021 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા કેસની સામે ડિસ્ચાર્જનો દર હાલ અધર્થિી ઓછો, ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારોભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો કહેર વધતો જાય છે. 25 માર્ચ સુધીમાં નવા રાઉન્ડમાં એક્ટિવ પેશન્ટની સંખ્યા 264 થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, 2020ની 26 માર્ચે ભાવનગરમાં પહેલો પોઝિટીવ કેસ નોંધાયો હતો.

 


ભાવનગર જિલ્લામાં ગુવારે 31 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 17 પુષ અને 6 સ્ત્રી મળી કુલ 23 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 1, તળાજાના પાવઠી ખાતે, ઉમરાળા તાલુકાના ભોજાવદર, ગારિયાધારમાં માંડવી ખાતે, સિહોર શહેરમાં બે, તળાજામાં વેળાવદર ખાતે ગામ ખાતે 1 અને ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે 1 મળી આઠ કેસ તાલુકાઓમાં નોંધાતા કુલ 31ને સારવાર હેઠળ દાખલ કરાયા છે.

 


જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમા 14 અને તાલુકાઓમાં 4 કેસ મળી કુલ 18 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ એક્ટિવ પેશન્ટની સંખ્યા 264 થઈ છે.

 


ચેકપોસ્ટ ઉપર કડક ચેકીંગ હાથ ધરાયુ

ભાવનગરમાં આવતા અન્ય શહેર-જિલ્લાના લોકોના રેપિડ કોરોના ટેસ્ટ અધેળાઈ અને કેરીયા ઢાળ ચેક પોસ્ટ પર થઈ રહ્યા છે. આ બે ચેકપોસ્ટ પરથી ભાવનગર જિલ્લામાં પ્રવેશતી તમામ ગાડીઓનાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરી જર જણાય તેના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી બરનવાલના જણાવ્યા મુજબ આ ટેસ્ટ દરમિયાન પોઝિટીવ નીકળે તેને 10 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે અને તેના ઘરના તમામ સભ્યોને ક્વોરેન્ટાઈન થવું ફરજીયાત છે. જેમના ઘરે આઈસોલેશન અને ક્વોરેન્ટાઈનની ફેસીલીટી નહી હોય તેમને સરકારે સુવિધામાં આ નિયમ પાળવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS