આદિપરમા કોરોના વાયરસના દર્દીઓ માટે નોડેલ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરવા વિચારણા

  • March 26, 2020 09:05 AM 531 views

કચ્છમાં કોરાના વાયરસથી સ્થિતિ વણસે તે પહેલાં જ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે આજે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ આદિપુર સ્થિત હરિ ઓમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી હતી અને અહી કોરોના વાયરસના દર્દીઓ માટે ઈમર્જન્સી રૂમ માટેની ચર્ચા કરી હતી 

કચ્છમાં કોરોના વાયરસનો એક કેસ પોઝીટીવ થયા બાદ જિલ્લાનુ વહીવટી તંત્રે સઘન કાર્યવાહી હાથ ધરી છે હાલમાં કચ્છમાં એકમાત્ર ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં કોરાના વાયરસમા સપડાયેલા દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ કાર્યરત છે ત્યારે જિલ્લામાં વધુ સ્થિત કથળે તો આવી પરિસ્થિતિમાં પણ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે માટે આદીપુર સ્થિત બે હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે અને અહી પણ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

આ માટે પૂર્વ કચ્છમાં બે નોડલ હોસ્પિટલ ચાલુ કરવાની આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે કોરોના વાઇરસની સર્જાયેલી સ્થિતી અંગે ભુજની જી.કે હોસ્પિટલ બાદ અન્ય હોસ્પિટલની જરૂર પડે તો તે સમયે ઉપયોગી બને તે માટેની આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે

જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના મુજબ ગાંધીધામ તાલુકા અધિકારી દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આદિપુર સ્થિત સરકારી રામબાગ હોસ્પિટલ અને હરિ ઓમ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તજવીજ હાથ ધરી છે આદિપુરની આ બંને હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો પૂર્વ કચ્છના અંજાર ગાંધીધામ ભચાઉ અને રાપરના લોકો માટે મોટી રાહત રૂપ બની શકે છે. આ અંગે ગાંધીધામ તાલુકા અધિકારી ડોક્ટર દિનેશ સુતરીયાએ આગામી દિવસોમાં વધુ હોસ્પિટલની જરૂર જણાય તો સુવિધા ઉપલબ્ધ બને તે અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application