વરસાદની આગાહીને લઈને માર્કેટ યાર્ડમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવા વિચારણા

  • June 02, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનરલ બોર્ડ મિટિંગ બાદ વેપારીઓ સાથે પરામર્શ: પરિસ્થિતિ માંડ થાળે પડી ત્યાં વરસાદની આગાહી આવી!

 


રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે હાલમાં મગફળી, ઘઉં, ચણા સહિતની વધુ આવકો થાય તેવી જણસીઓની રજિસ્ટ્રેશન બાદ આવક કરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં વરસાદની આગાહી હોય જે તારીખમાં આગાહી છે તે દિવસોમાં કરાયેલા રજિસ્ટ્રેશન રદ કરવા માટે ગંભીર ચર્ચા–વિચારણા શરૂ કરાઈ છે. ગઈકાલે મળેલી જનરલ બોર્ડ મિટિંગ બાદ આ મુદે વેપારીઓ અને કમિશન એજન્ટો સાથે પરામર્શ કરાયો હતો.

 


રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ વધુમાં 'આજકાલ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક મહિનો યાર્ડ બધં રહ્યા બાદ પરિસ્થિતિ માંડ થાળે પડી હતી ત્યાં ફરી આવકો બધં કરવી પડે સ્થિતિ સર્જાઈ છે. વરસાદની આગાહી હોય વેપારીઓ દ્રારા તાલપત્રીથી માલ ઢાંકી દેવાની ખાતરી અપાઈ છે તેમ છતાં અંતિમ નિર્ણય સત્તાધિશો કરશે.

 


બીજીબાજુ ખેડૂતોએ જણાવ્યું હતું કે, વાવણી પહેલા નાણાની જરૂરિયાત હોય ખેડૂતોને ચોમાસુ બેસી જાય તે પૂર્વે પડતર માલ વેચવાની ઉતાવળ છે.

 


જયારે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, વરસાદની આગાહી છે ત્યારે જો વરસાદ આવે તો ખેડૂતોનો માલ પલળી ન જાય કે તેમને આર્થિક નુકસાન ન જાય તે જોવાની યાર્ડની જવાબદારી હોય આગાહીના બે દિવસ દરમિયાનના રજિસ્ટ્રેશન રદ કરવા વિચારણા છે. હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો રજિસ્ટ્રેશન રદ કરાશે તો ખેડૂતોને આગોતરી જાણ કરાશે તેમજ ત્યારબાદ ફરી કયારે આવવું તેની પણ એસએમએસથી જાણ કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS