મુંબઇમાં નાઇટ કરફ્યુની વિચારણા: દેશમાં કોરોના વકર્યો

  • March 19, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં મુંબઇમાં આકરા નિયંત્રણો લાદવામાં આવી શકે છે

 મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. મુંબઇમાં કોરોનાના કેસ આવી જ રીતે વધશે તો પાલિકાને વધુ આકરા પગલાં લેવા પડશે અને શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે એમ મુંબઇના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું.

 


મુંબઇના પાલક પ્રધાને પણ મુંબઇ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાની બીજી લહેર વેગ પકડી રહી છે અને મુંબઇગરા બેદરકાર બની રહ્યા છે તેને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં મુંબઇમાં આકરા નિયંત્રણો લાદવામાં આવી શકે છે. રાજ્ય સરકાર આ અંગે અત્યંત ગંભીર છે અને એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

 


મુંબઇમાં દરરોજ 2,000 કરતાં વધુ નવા કેસ નોંધાઇ રહ્યા હોવાથી સેવેન હિલ્સ હોસ્પિટલના પ્રમુખે આપેલી માહિતી અનુસાર, આ હોસ્પિટલમાં 1,550 બેડ આવેલા છે અને બધા જ બેડ ભરેલા હોવાથી અન્ય દરદીઓ હોસ્પિટલમાં ભરતી થવા માટે રાહ જોઇ રહ્યા છે.

 


કોરોનાના દરદી માટે પૂરતા બેડ ઉપલબ્ધ હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું, પરંતુ દરરોજ સતત વધતા કેસને કારણે પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. આવી જ રીતે મુંબઇમાં કોરોનાના કેસ વધ્યા તો પાલિકાને વધુ કઠોર પગલાં લેવા પડશે. શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગુ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો હોવાનું મેયરે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS