ધૂળેટીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની વિચારણા

  • March 13, 2021 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ સભા સરઘસ રેલી જેવા કાર્યક્રમો યોજીને કોરોના બેકાબૂ બનાવ્યા બાદ રાજકારણીઓને હવે ડહાપણની દાઢ ઉગી છે અને ધુળેટીના આગામી તહેવારોમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની વિચારણા ટોચના સ્તરે ચાલી રહી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

 


આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ધૂળેટીના તહેવારને એકાદ પખવાડિયું બાકી છે અને ત્યાં સુધી કોરોનાના કેસ ઓછા કરવા અને રિકવરી રેટ વધારવા માટે સરકાર દ્વારા અલગ-અલગ દિશામાં પ્રયાસો કરવામાં આવશે પરંતુ જો તેમાં ધારણા મુજબના પરિણામો નહીં મળે તો ધૂળેટીના તહેવારોની ઉજવણી બંધ કરવાના આદેશ જે તે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે કોરોના ના વધતા જતા કેસો અંગે સમીક્ષા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે આ મિટિંગમાં ધૂળેટીના તહેવાર કે તે સંદર્ભે કોઈ કરવામાં આવી નથી પરંતુ આગામી દિવસોમાં સમીક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં આવશે.

 


ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટી ગયા હતા અને ચૂંટણી પછી તેમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે દરરોજ સરેરાશ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર જેવી સ્થિતિ ગુજરાતમાં આવે તે પહેલા તંત્ર સાબદુ બની ગયું છે મહાશિવરાત્રીના મેળામાં પણ આ પ્રકારે પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા અમદાવાદની અનેક સંસ્થાઓએ તો અત્યારથી ધૂળેટીના તહેવારો નહીં ઉજવવા માટે ની જાહેરાત કરી દીધી છે પરંતુ આવી સ્વૈચ્છિક જાહેરાત બાદ જો જરૂર પડશે તો સરકાર કાયદાનું હથિયાર ઉગામીને ધૂળેટીના તહેવારો ની ઉજવણી પ્રતિબંધિત કરશે તેમ જણાઈ રહ્યું છે.

 


સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ રહેતો નથી જો કોરોના કેસ વધતા રહે તો રાત્રે કફર્યું અને તહેવારોની ઉજવણી બંધ કરવા જેવા પગલાં લઈ શકાય તેમ છે. લોકડાઉન લાદવાનો નિર્ણય સરકાર માટે અઘરો બની રહે તેમ હોવાથી એ દિશામાં અત્યારે વિચારાતું પણ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS