બોટાદમાંથી મળેલ ૬૪૦૦ની નકલી નોટોનું કનેકશન સુરત નિકળ્યું

  • September 16, 2020 10:23 AM 847 views


સુરત એસઓજીએ સંજય ઉર્ફે મુન્નો કરશન મોરડીયાને ઝડપી લીધો

બોટાદમાં ૬૪૦૦ની કિંમતની ૧૦૦ અને પ૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા યુવાનને સુરતના રત્નકલાકારે આ નોટ મોકલી હોવાનું બહાર આવતાં સુરત એસઓજીએ આ યુવાનને પકડી લીધો હતો.


દોઢ મહિના પહેલા બોટાદ પોલીસે પ૦૦ના દરની ૧ર અને ૧૦૦ના દરની ૪ નકલી નોટ સાથે પ્રવિણ કરશન વાઘેલાને ઝડપ્યો હતો. નકલી નોટ સાથે ઝડપાયેલા પ્રવિણે આ નોટ તેને બોટાદનો વતની અને હાલ સિંગણપોર માધવ ફલેટમાં રહેતો અને રત્નકલાકાર તરીકે નોકરી કરતાં સંજય ઉર્ફે મુન્નો કરશન મોરડિયાએ આપી હોવાનું જણાવ્યું હતું. પહેલા પોતાની પાસે આ નોટ હોવાની પ્રવિણ સાથે વાત કર્યા બાદ આ નોટ બસ મારફત પાર્સલમાં મોકલી હતી. બોટાદ પોલીસને ચકમો આપીને ભાગતા ફરી રહેલા સંજય ઉર્ફે મુન્નાને એસઓજીએ ઝડપી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application