બજેટ પેઈનડ્રાઈવમાં આપવાના મુદ્દે ગૃહમાં કોંગ્રેસનો વિરોધ

  • March 11, 2021 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા બજેટ પેનડ્રાઈવમાં આપવાના મામલે વિરોધ કર્યો હતો. આ પેનડ્રાઈવ બદલે છાપેલું સાહિત્ય હોય તો ગમે ત્યાં અને ગમે ત્યારે અભ્યાસ કરી શકાય તેવી સજ્જડ દલીલ શૈલેષ પરમારે ગૃહમાં કરી હતી.

 


નાણામંત્રી નીતિન પટેલે બચાવ કરતા જણાવેલ કે આ અંદાજપત્ર દ્વારા કરવામાં આવેલો ઠરાવ છે તેનો નાણાં વિભાગે સ્વીકાર કર્યો છે. આથી હવે આ બાબત શકય નથી. આ તકે વિપક્ષના નેતા ધાનારીએ જણાવેલ કે જન પ્રતિનિધિએ ચર્ચા દરમિયાન ચર્ચા ટાંકવાની જરિયાત હોવાથી દાબેલું સાહિત્ય અમે માગીએ છીએ.

 


સરકાર પોતાના ખર્ચ બંધ કરીને બજેટ છપાવવું જોઈએ તેવી દલીલ કરી હતી. આ દલિલના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે ઠરાવ કરતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલ સહિતની સહી પણ છે.

 


આમ છતાં વિપક્ષ નેતા ધાનાણીએ પણ પેનડ્રાઈવના બદલે પુસ્તકપે બજેટ સાહિત્ય સામાજિક-આથિક અહેવાલ આપવાની માગણી દોહરાવતા વિધાનસભા અધ્યક્ષે આ મુદ્દે  કરીને ખાતરી આપવાનું નિર્ધિરિત કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS