ઉપલેટા તા.પં.માં કબજો કરવા કોંગ્રેસનાં ધારાસભ્ય વસોયાનો ખેલ: અપક્ષ વામરોટિયાએ પંજો પકડયો

  • March 11, 2021 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ ભાજપ અને કોંગ્રેસને આઠ-આઠ બેઠકો આપ્યા સાથે બે અપક્ષો પણ ચૂંટાઈ આવતા તાલુકા પંચાયત ઉપર ભાજપ-કોંગ્રેસ કબજો જમાવવા માટે ધમપછાડા બાદ બે દિવસ પહેલા ખારસિયા બેઠકના અપક્ષ સભ્યોએ ભાજપનો ભગસવો ધારણ કર્યા બાદ ગઈકાલે તલંગણાના અપક્ષ સભ્યએ પંજો હાથમાં પકડતા પ્રમુખ પદની ચૂંટણી ભારે રસરકસી બની જવા પામેલ છે.


ધારાસભ્ય લલિત વસોયાના પ્રયાસથી તેલંગણા બેઠક ઉપર ચૂંટાયેલા અપક્ષ મહિલા સદસ્યા કડવીબેન રામશીભાઈ વાસરોટિયા પોતાના પતિ રામસીભાઈ સહિત ૧૦૦ જેટલા કાર્યકરો સાથે ગાંધીનગરની મુકામે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની હાજરીમાં કોંગ્રેસમાં જોહાઈ પંજાનો સાથ લેતા હાલમાં કોંગ્રેસના આઠ તેમજ એક અપક્ષ મળી કુલ નવ સભ્યોનું સંખ્યાબળ થયું છે. જયારે ભાજપને પણ આઠ સભ્યો પોતાના અને એક અપક્ષ સભ્યનું બળ મળતા તેની પાસે પણ નવ સભ્યોનું સંખ્યાબળ થતા આગામી તા.૧૭મીએ યોજાનાર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે ત્યારે બન્ને પક્ષો પાસે સરખું સંખ્યાબળ થતા ચૂંટણી ભારે રસાકસી બની રહેવા પામેલ છે ગઈકાલે ગાંધીનગર ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની હાજરીમાં યોજાયેલ અપક્ષ સભ્ય વામરોટિયાના આવકાર કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયા ધારાસભ્ય ભગાભાઈ બારડ, વિક્રમભાઈ માડમ, પૂર્વ પ્રમુખ લાકાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપતભાઈ કનેરિયા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્ય જતિનભાઈ ભાલોડિયા, ભુપતભાઈ ચાવડા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી, મુસ્લિમ અગ્રણી રજાકભાઈ હિંગોરા, ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ વોરા, વિજયભાઈ વઘાસિયા, ધોરાજી કાર્યાલય મંત્રી ગોપાલભાઈ સલાટ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહી અપક્ષ સભ્ય અને તેના ટેકેદારોને આવકારેલ હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS