શિક્ષણમંત્રીને કોંગ્રેસે કરી ફરિયાદ : આંબેડકર યુનિ.એ યુજીસીના નિયમ વિરુદ્ધ આજે પ્રોફેસર ભરતીમાં પરીક્ષા ગોઠવી

  • April 03, 2023 08:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકારી એવી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીને ફરિયાદ કરાઈ છે કે, બાબા સાહેબ આંબેડકર યુનિ.દ્વારા યુજીસીના નિયમ વિરૂદ્ધ અધ્યાપકોની ભરતીમાં આજે લેખિત પરીક્ષા ગોઠવવામાં આવી છે.




યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ભરતી માટે ચોક્કસ નીતિ નિયમો અને મેરીટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારના પોતાની શૈક્ષણિક કારકિર્દીને આધારે મેરીટ ગુણ તૈયાર થાય છે અને આ ગુણના આધારે એક સીટ સામે પ્રથમ 6 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવા તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલી અધ્યાપક સહાયકની ભરતીમાં પણ ગુજરાત સરકારે આ જ પ્રમાણે ભરતીની કાર્યવાહી કરી છે. ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ભરતી માટે ક્યારેય કોઈ પરીક્ષા લેવાની જોગવાઈ નથી. આ રીતે પરીક્ષા લેવી તે યુજીસીએ નિયત કરેલા Minimum Standard and Qualifications regulations for Assistant Professors and othersની જોગવાઈનો સ્પષ્ટ ભંગ કરવામાં આવી રહ્યો છે.



આગામી 3 એપ્રિલના રોજ આંબેડકર યુનિવર્સિટીએ કોમર્સ વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાનું જાહેર કર્યું છે તે આંબેડકર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી આ સાથે જોડેલ બિડાણમાં મોકલી આપું છું. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે યુજીસીના ધારાધોરણ અને રાજ્ય સરકારની નીતિઓની ઉપર જો યુનિવર્સિટીઓ પરીક્ષા લેવાનું શરૂ કરે તો એનો અર્થ એવો થયો કે યુજીસીની મેરીટમાં પહેલા 6માં ન આવતા હોય તેવા ઓછા ગુણવાળા વિધાર્થીઓને આ પરીક્ષામાં વધુ ગુણ આપીને ગેરરીતીની અલગ ગોઠવણ વ્યવસ્થા સ્પષ્ટ જણાય છે.


ત્યારે કોંગ્રેસ દ્વારા વિનંતી કરાઈ છે કે,  ગુજરાતમાં આવો ચીલો શરૂ ન થાય તે માટે  આ પ્રક્રિયાને તાત્કાલિક અસરથી અટકાવવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application