હવે Truecaller અને Twitter પર પણ જોઈ શકાશે કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન બેડની સ્થિતિ

  • May 04, 2021 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને પગલે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સિલેન્ડર અને રેમડેસિવીર ઓક્સિજન જેવી દવાઓની અછત સર્જાઈ છે. જો કે હવે તમે Truecaller અને Twitterની મદદથી પણ ઓક્સિજન બેડ અને જરૂરી દવાઓ અંગે જાણકારી હાંસલ કરી શકશો.  

 

Truecallerએ નવું ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી તમે સરળતાથી કોવિડ હોસ્પિટલ શોધી શકશો. Truecaller હવે સમગ્ર દેશમાં તમામ યુઝર્સને Covid Hospital Directoryની સુવિધા આપવા જઈ રહ્યું છે. જેની મદદથી વગર પરેશાની એ હોસ્પિટલ શોધી શકાશે.  

 

Truecallerના આ ફીચરની મદદથી તમે કોવિડ હોસ્પિટલનું સરનામું અને ફોન નંબર પણ જાણી શકશો. જેની મદદથી તમે ઘર બેઠા જાણી શકશો કે તમારી આસપાસ કઈ કઈ કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી છે. Truecallerએ આ સુવિધા એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઓક્સિજન બેડ અને કોવિડ હોસ્પિટલોની અછત છે. તેના સિવાય જાણકારીના અભાવે પણ લોકો સુવિધા હોવા છતાં તેના સુધી પહોંચી શકતા નથી.   

 

Truecaller સરકારના અધિકારી ડેટાબેઝ પાસેથી આંકડા એકત્રિત કરી રહ્યું છે. જેની મદદથી તમે તમારા સ્થાનિક કોવિડ હોસ્પિટલની પરિસ્થિતિ જાણી શકશો. આ સુવિધા તમામ એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે. જો તમારી પાસે Truecaller પ્રિમીયમ‌ અથવા ગોલ્ડનું સબસ્ક્રિપ્શન નથી તો પણ તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS