જામનગરમાં બનતા ઓર્ગેનિક ગોળની જબરી છે માંગ... સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી બનાવાયો ઓર્ગેનિક ગોળ

  • January 23, 2023 08:24 PM 

જામનગરમાં બનતા ઓર્ગેનિક ગોળની જબરી છે માંગ... સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી બનાવાયો ઓર્ગેનિક ગોળ

જામનગરમાં શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળામાં છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરવામાં આવી રહી છે ખાસ કરીને હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગોળની માંગ મોટા પ્રમાણમાં હોય છે જોકે અહીં ઓર્ગેનિક ગોળ પણ બનાવવામાં આવી રહ્યો છે

શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળાના માલિક જણાવી રહ્યા છે કે તેમની પાસે 150 જેટલી ગાયો છે અને આ ગાયો ના છાણ નું ખાતર બનાવવામાં આવે છે અને ગૌમુત્રનો ઉપયોગ શેરડીના વાવેતરમાં કરવામાં આવ્યો છે...

શેરડીના વાવેતરથી લઈ શેરડીમાંથી બનાવવામાં આવતા ગોળની પ્રક્રિયા સુધીમાં ક્યાંય પણ રાસાયણિક ખાતર કે અન્ય કોઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર ગાય આધારિત આ ગોળ બનાવવામાં આવે છે જે ગોળની માંગ ખૂબ જ જોવા મળી રહી છે

ગોળની સાથે સાથે ફાર્મ હાઉસ પર ખાંડ પણ બનાવવામાં આવી રહી છે જે ખાંડ સંપૂર્ણ ઓર્ગેનિક છે ખાસ કરીને ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ રોગના દર્દીઓ માટે આ ખાંડ આશીર્વાદરૂપ સાબિત થઈ છે

કમલેશભાઈ જોબનપુત્રા છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે... ખાસ કરીને આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળ છેડ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે...

શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળા દ્વારા ઓર્ગેનિક ગોળનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે અને લોકો કમલેશભાઈ જોબનપુત્રાની વાડીએ આ ગોળ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉંમટી રહ્યા છે...

રાસાયણિક ખાતરો વાપરવાથી જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે અને રાસાયણિક ખાતરથી જે પાક લેવામાં આવી રહ્યો છે તે પાક માણસ કે પશુ આરોગ્ય તો તેના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે...

સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા કમલેશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે ગાય આધારિત ખેતી કરવી ખૂબ અઘરી છે કારણ કે આ ધંધામાં એટલો પ્રોફિટ નથી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application