BREAKING NEWS

જામનગર : પક્ષીઓના ચરકથી ભરાઇ જામરાવલની પ્રતિમા

  • April 16, 2026 12:21 PM 
  

જામનગર : પક્ષીઓના ચરકથી ભરાઇ જામરાવલની પ્રતિમા

​​​​​​​
જામનગર શહેરમાં રાજાશાહી વખતથી વિવિધ સ્થળોએ પ્રતિમા મુકવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા તેની યોગ્ય સફાઇ કરવામાં આવતી ન હોવાની રાવ પણ ઉઠવા પામી છે. રણમલ તળાવની મઘ્યમાં આવેલ રાજવી પરિવારના જામરાવલની પ્રતિમાને તાત્કાલિક સાફ કરાવવાની જરૂર છે જયારે જયારે સતાધીશો દ્વારા મહાનુભાવોની પ્રતિભા વિવિધ સ્થળોએ મુકવામાં આવેે છે ત્યારે શરુઆતમાં તો સફાઇ થઇ જતી હોય છે પરંતુ જેમ જેમ સમય જાય છે ત્યારબાદ આ પ્રતિમાઓની કોઇ જાળવણી થતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રણમલ તળાવની મઘ્યમાં નજારો જોવા માટે બહારગામથી હજારો લોકો આવે છે. ત્યારે આવા સમયે મઘ્યમાં મુકાયેલી પ્રતિમા ઉપર ચરક સહિતની ગંદકીઓ જોવા મળી છે. ત્યારે કોર્પોરેશનનાં સતાધીશોએ તાત્કાલિક અસરથી આ પ્રતિમાને પણ સાફ સફાઇ કરાવવાની જરૂર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News