રાજકોટમાં ઉનાળામાં પાણીની ૫૪૮૨ ફરિયાદો

  • May 22, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપલાઇન લિકેજની ૨૪૨૦, પ્રદૂષિત પાણી વિતરણ ૧૫૩૪, ધીમા ફોર્સથી પાણીની ૧૪૧૧, ઇલેકટ્રીક મોટરથી ડાયરેકટ પમ્પિંગની ૯૭, ભૂતિયા નળ જોડાણની ૨૦ ફરિયાદો

 


રાજકોટ શહેરને પાણી પુરું પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ સહિતના જળાશયોમાં મુખ્યમંત્રીએ સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠાલવીને રાજકોટનો પાણી પ્રશ્ન ભૂતકાળ બનાવી દીધો છે પરંતુ સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારના ટેકિનકલ અને મેઇનટેનન્સને લગતા પ્રશ્નોના કારણે ઉનાળાના છેલ્લા ત્રણ મહિનામાં પાણીની કુલ ૫૪૮૨ ફરિયાદો નોંધાઇ છે જેમાં સૌથી વધુ ફરિયાદો પાઇપલાઇન લીકેજની છે.

 

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તા.૧–૨–૨૦૨૧થી તા.૩૦–૪–૨૦૨૧ સુધીના ઉનાળાના બે મહિનામાં ત્રણ ઝોન હેઠળના કુલ ૧૮ વોર્ડના વિવિધ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન લીકેજ થવાની સૌથી વધુ ૨૪૨૦ ફરિયાદો, પ્રદુષિત પાણીના વિતરણની ૧૫૩૪ ફરિયાદો, ધીમા ફોર્સથી પાણી વિતરણની ૧૪૧૧ ફરિયાદો અને ભૂતિયા નળ જોડાણ મારફતે પાણી ચોરીની ૯૭ ફરિયાદો તેમજ ઇલેકટ્રીક મોટર વડે ડાયરેકટર પમ્પીંગ કરીને વધુ પાણી ખેંચી લેવાની ૨૦ ફરિયાદો નોંધાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS