રાજ્યમાં નાના ઉદ્યોગોના બિઝનેસમાં સરકારી વિભાગો રોડાં નાંખતા હોવાની ફરિયાદો

  • March 26, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટા ખરીદારો સમયસર પેમેન્ટ ચૂકવતા નથી, અમને સરકારી પ્રોત્સાહનો સરળતાથી મળતા નથી તેથી અમે રોકાણ ઘટાડી રહ્યાં છીએ, નાના વેપારીઓની વ્યથા


ગુજરાતમાં માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને અનેક કઠીનાઇઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ ક્ષેત્રમાં વધુ રોકાણ નહીં કરવા પર અમે ગંભીરતાથી વિચારી રહ્યાં છીએ તેવી ચેતવણી આ ઉદ્યોગજૂથોના સંચાલકોએ આપી છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ મુશ્કેલીઓ મોટા વેપારીઓ અને સરકારના વિભાગો તરફથી આવી રહી છે.

 


ગુજરાતમાં એમએમએમઇ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે છતાં સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન આપવામાં આવતા નથી. નાના ઉદ્યોગોને પ્રોત્સાહનો પણ સરળતાથી મળતા નથી. આ ક્ષેત્રમાં પ્રતિકૂળતાનું વાતાવરણ જોવા મળે છે. મોટા ખરીદારો સમય પર ચૂકવણી કરતા નથી. સરકારના પ્રોત્સાહનો આપવામાં વિલંબ થઇ રહ્યો છે. સરકારની નીતિઓમાં રોડમેપ્ની કમી છે. સરકારના વિભાગો નાના ઉદ્યોગકારોને પજવી રહ્યાં છે. વિક્ષેપ ઉભો કરી રહ્યાં છે.

 


ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોર્મસના ઉચ્ચ હોદ્દેદારો માને છે કે જમીન અને પ્રોજેક્ટ નિમર્ણિમાં પરમીટ મેળવવામાં સુગમતા નથી. જીએસટી, પીએફ, ઇએસઆઇસીના અનુપાલનમાં નિરીક્ષણ કરતી એજન્સીની આવશ્યકતા છે. નાના ઉદ્યોગકારોને મૂડીરોકાણ કરવા માટે સુવિધા પોર્ટલ બનાવવામાં આવ્યું છે પરંતુ તેમાં પ્રશ્નો અને મુદ્દાઓનું સમાધાન થતું નથી. આ પોર્ટલ પર ઉદ્યોગો માટે 70 જેટલી મંજૂરીઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ છતાં ફિઝીકલ રીતે શક્ય બનતું નથી.
ગુજરાત એનઆરઆઇ સમૂહના હોદ્દેદારોએ તાજેતરમાં સરકારી અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સરકાર તેનો વ્યવહાર ઉચિત નહીં રાખે તો કોઇપણ યુવા ઉદ્યોગપતિ ગુજરાતમાં મૂડીરોકાણ નહીં કરી શકે. કોર્પોરેટ કાનૂનોમાં એવો માહોલ બન્યો છે કે જ્યાં કોઇપણ વેપારી તેને સુરક્ષિત મહેસૂસ કરી શકતો નથી. ભવિષ્યમાં જે નાના ઉદ્યોગકારો તેમનો બિઝનેસ કરવા માગે છે તેમને ગુજરાતથી દૂર જવા માટે સરકારી નીતિઓ પ્રેરી રહી છે.

 


નાના ઉદ્યોગજૂથના એક પ્રતિનિધિએ કહ્યું કે દલિત ઉદ્યોગરારોને 70 ટકા સબસીડી આપવાનું ઠરાવ્યું હોવા છતાં પાંચ વર્ષથી તેમને કોઇ પ્રોત્સાહન રકમ મળી શકી નથી. એક મામલામાં 25 કરોડ રૂપિયાના બજેટમાંથી 15 કરોડ રૂપિયા વપરાયા વિનાના પડી રહેવાથી તે લેપ્સ થઇ ચૂક્યાં છે, કારણ કે તેમાં કોઇ દાવેદાર ન હતા.

 


નાના વ્યવસાયકારીઓની ફરિયાદો માટે કાનૂની પ્રાવધાન છે છતાં મોટા ખરીદારો 45 દિવસની મુદ્દતમાં તેમને બાકી રકમ ચૂકવતા નથી. એક રોકાણકારે કહ્યું કે અમે સરકારી કાયદા અને નિયમોના પાલનમાં એટલા બઘા વ્યસ્ત બની ચૂક્યાં છીએ કે અમે અમારા વ્યવસાયના વિકાસ માટે ધ્યાન આપી શકતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS