BREAKING NEWS

જામનગર: સિક્કામાં પરણિતાને ત્રિપલ તલ્લાક આપ્યાની ફરિયાદ

  • July 11, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સિક્કામાં પરણિતાને ત્રિપલ તલ્લાક આપ્યાની ફરિયાદ

પતિ સામે ગુનો નોંધાયો : શારીરિક-માનસિક ત્રાસ આપ્યો

સિક્કા પોલીસ મથકમાં એક પરિણીતાની ફરિયાદના આધારે મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૪ હેઠળ પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, સિક્કા ખાતે રહેતી હીનાબેનના લગ્ન વર્ષ ૨૦૨૦માં સલાયાના રહેવાસી હસન હમીદ ભાયા સાથે મુસ્લિમ રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના લગભગ ત્રણ વર્ષ સુધી દામ્પત્ય જીવન સારું ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ નાની-નાની બાબતે ઝઘડા કરી ગાળો બોલતો, મારપીટ કરતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બીજી પુત્રીના જન્મ બાદ પતિના વર્તનમાં ફેરફાર આવ્યો હતો, અને તેને એક યુવતી સાથે પ્રેમસંબંધ થતાં તેની સાથે લગ્ન કરવાની ઈચ્છાથી પત્ની પર અત્યાચાર વધારી દીધા હતા. બાદમાં પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો.
​​​​​​​
ફરિયાદી મહિલા છેલ્લા ચાર મહિનાથી પોતાની બે પુત્રીઓ સાથે પિયર સિક્કામાં રહે છે. અગાઉ પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન સિક્કા પોલીસ મથકે અરજી સંદર્ભે બંને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. તે સમયે પોલીસ મથકની બહાર પતિએ ત્રણ વખત તલાક ઉચ્ચારી તલાક આપી દીધાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દરમ્યાનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિક્કા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application