પતિના ત્રાસથી પોતાની દિકરીએ આત્મહત્યા કરી લીધાની માતાએ નોંધાવેલી ફરિયાદ

  • March 23, 2021 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરણિતાએ પિયરમાં આવી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો



પોતાની દિકરીને તેનો પતિ શંકાકુશંકા કરી લાંબા સમયથી શારીરીક માનસીક ત્રાસ આપતો હોય તેનાથી કંટાળી તેણીએ જાતે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધાની ફરીયાદ મૃતકની માતાએ બી-ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


મળતી વિગતો મુજબ શહેરના બોરડીગેટ જવાહર કોલોની પ્લોટનં. 346/બીમાં રહેતા હંસાબેન દિનેશભાઇ સોલંકીએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, મારી દિકરી મિતલને આઠ વર્ષ પહેલા વિદ્યાનગર ગાંધી કોલોનીમાં રહેતા અતુલ હમીરભાઇ કોટ સાથે પરણાવી હતી. બાદમાં તેઓ તેની સાથે ઝઘડો કરી તેને શારીરીક માનસીક ત્રાસ આપતો હતો તથા વારંવાર મારઝુડ પણ કરતો હતો. તેથી તેણીને અમારા ઘરે તેડી લાવેલ તો પણ તે વારંવાર તેને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેથી તેના ત્રાસથી ડરી જઇ કંટાળી મરવા મજબુર થતા તેણીએ પોતાના પિયર આવી જાતે ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો .જે અંગેની ફરીયાદ ઘોઘા પોલીસ મથકમાં નોધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS