BREAKING NEWS

દ્વારકા: નાગેશ્ર્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરી હુમલો કરવા સબબ છ શખ્સો સામે ફરિયાદ

  • May 08, 2026 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: નાગેશ્ર્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરી હુમલો કરવા સબબ છ શખ્સો સામે ફરિયાદ

યાત્રિક પરિવાર ઉપર તીક્ષણ હથિયારો વડે તુટી પડતા ચકચા

ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં દર્શનાર્થે આવેલા અમદાવાદ વિસ્તારના રહીશ પરિવારજનો-યાત્રિકો પર યુવતીની છેડતી બાબતે બોલાચાલી કરી, છરા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવા સબબ બે અજાણ્યા સહિત છ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અક્ષેપભાઈ દિનેશભાઈ પંચાલ નામના ૨૯ વર્ષના યુવાન તેમના મિત્ર તથા પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તેમની સાથે આવેલી તેમના મિત્રની બહેનને એક્ટિવા પર આવેલા આરોપી પ્રકાશભા માણેક અને સિધ્ધરાજભા સુમણીયાએ હોર્ન વગાડીને, તેણીની સામે જોઈને છેડતી કરતા ફરિયાદી અક્ષેશભાઈ અને તેમની સાથે સાહેદ કેતુલભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ ઝઘડો કરી અને "આગળ આવ, તને બતાવું" તેમ કહી, થોડે આગળ લઈ ગયા હતા. અહીં રહેલા બે અજાણ્યા શખ્સો તેમજ અન્ય આરોપી રાજવીર માણેક અને રાયાભા સુમણીયા મળીને તમામ છ શખ્સોએ શેરડીના સાઠા તથા નારીયલ કાપવાના કોઇતા (છરા) જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આમ, આરોપીઓએ એકસંપ કરીને અક્ષેશભાઈ પંચાલ તથા તેમની સાથે આવેલા તેમના મિત્ર પરિવારના કેતુલભાઈ, સુભાષભાઈ, સુરાગભાઈ, ભરતભાઈ, વિક્રમભાઈ, અલ્પાબેન, ભાવનાબેન વિગેરેને શેરડીના સાઠા વડે તથા ઢીકાપાટુ અને નારિયળ કાપવાના કોઇતા (છરા) જેવા તીક્ષ્ણ હથિયારો વડે માર મારી, જીવલેણ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હોવાનું આ પોલીસ ફરિયાદના જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application