BREAKING NEWS

જામનગર : ટ્રક અકસ્માતના ખોટા કારણો ધરી કલેઇમ રદ્દ કરનાર વીમા કંપની વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરીયાદ

  • May 05, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : ટ્રક અકસ્માતના ખોટા કારણો ધરી કલેઇમ રદ્દ કરનાર વીમા કંપની વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરીયાદ


જામનગરમાં હરવિજયસિંહ પ્રવીણસિંહ ચુડાસમા રહે છે તેઓએ અકસ્માત સમયે પોતાના વાહનોને રક્ષણ મળી રહે તે માટે રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપની પાસેથી વીમા પોલીસી મેળવેલ. જે વિમા પોલીસીનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન હરવિજયસિંહના ડ્રાયવરો બે ટ્રક લઇ પીપળ થી ફેદરા મોહરમ ભરવા માટે જતા હોય તે સમયે પીપળીથી કામળીયા તરફ ચારેક કી.મી. દુર પોહચેલ ત્યારે આગળ જતા ટ્રક દ્વારા અચાનક બ્રેક મારતા હરવિજયસિંહના બન્ને ટ્રક આગળ જતા ટ્રકમાં પાછળથી ભટકાઈ ગયેલ અને અકસ્માત થયેલ અને બન્ને ટ્રકમાં ખુબજ નુકશાન થયેલ. 


જે અંગેની જાણ હરવિજયસિંહ દ્વારા રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપનીને કરવામાં આવેલ, અને જરૂરી ડોકયુમેન્ટ સાથે નુકશાની એક ટ્રકનો રૂ.૧૧,૦૦,૯૬૪ તથા બીજા ટ્રકનો રૂ.૮,૬૬,૫૨૨ ના બે કલેઇમ રજુ કરવામાં આવેલ. પરંતુ વિમા કંપની દ્વારા બન્ને કલેઇમની રકમ ચૂકવવાને બદલે ખોટા કારણો ધરી અને કલેઈમ રદ કરવામાં આવેલ. જેથી હરવિજયસિંહ દ્વારા તેમના વકીલ મારફત વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનમાં અલગ અલગ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ ધ્યાને લઈ જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ. દવે તથ સભ્ય જે.એચ. મકવાણા દ્વારા રોયલ સુન્દરમ જનરલ ઇન્સ્યોરંશ કંપનીના જવાબદાર અધિકારીને તાત્કાલિક હાજર થવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે વકીલ મયુર કટારમલ રોકાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application