સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ભંગ કરી ઝુલુસ કાઢનાર સામે ફરિયાદ

  • October 28, 2020 02:10 AM 256 views

 

  • મહુવાની ખોજા મસ્જીદ સામે વીસેક લોકો એક્ઠા થયા હતા


હાલ કોરોના મહામારીમાં સરકાર દ્વારા સોશિયલ ડીસ્ટન્સ તેમજ માસ્ક પહેરવા માટે કડક સુચન અપાઇ રહ્યુ છે ત્યારે મહુવામાં ખોજા મસ્જીદ સામે સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરી તેમજ માસ્ક પહેયર્િ વગર ટોળે વળી વફાતનુ ઝુલુસ કાઢી માતમ કરતા 20 ઇસમો સામે ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ મહુવા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.


મહુવા પોલીસ મથકના પોસઈ આર.એલ.નકવીને મળેલી બાતમી ખોજા મસ્જીદની સામે બરફના કારખાના પાસે 15 થી 20 ઇસમોનુ ટોળુ ભેગુ થયેલ છે. જેને આધારે પોલીસ સ્થળ પર જઇ તપાસ કરતા જાણવા મળેલ કે વન્ડર પાર્કના ઇમરાનબાપુ, મહમદરજા ખાદીમહુસૈન જલાલી, સાદીક ખોજાનોભાઇ ખોજા મસ્જીદની પાસે તેલની દુકાનવાળો, રફીકનો ભાઇ આજવા હોટલવાળો, મહમદરજા ડાળીયાવાળા ખોજા, કોમેલ ભુરાણી તથા અન્ય 15 અજાણ્યા ઇસમો માસ્ક પહેયર્િ વિના ટોળે વળી એકઠા થઇ વફાતનુ ઝુલુસ કાઢી માતમ કરતા હતા પોલીસને જોઇ તમામ ઇસમો ત્યાથી નાસી ગયા હોય તમામ સામે મહુવા પોલીસમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 269,270,271,188 તથા 114 મુજબ ગુન્હો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application