અલંગ આવી રહેલ જહાજમાંથી દરિયા વચ્ચે ચોરી કરતા 17 દેશી ચાંચિયાઓ વિરુદ્ધ ફરિયાદ

  • April 01, 2021 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીના પો.ઇ. ઓડેદરાએ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ: 9.54 લાખનો મુદામાલ કર્યો રિકવર

 


અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવતા અને ખાસ કરીને ડેડ વેસલ (બંધ જહાજ) જેને ટગ દ્વારા ખેંચી ને લાવવામાં આવે છે તેવા જહાજને દેશી ચાચિયાઓ દ્વારા ખાસ ટાર્ગેટ બનાવવમાં આવે છે. વારંવાર જહાજ પર ચઢી ચોરી કરવામાં આવતી હોવાની ઉઠેલી ફરિયાદને લઈ પોલીસ એલર્ટ બની હતી.

 


જેને લઈ ગઈકાલે એસ.ઓ.જીના પોલીસ ઇન્સપેક્ટર વી.વી ઓડેદરાએ અલંગ મરીન પો. સ્ટેશનમાં તળાજાની સરતાનપર બંદરની ગેંગના આઠ શખ્સો મળી કુલ સત્તર સામે ફરિયાદ નોંધાવી છે. સરતાનપરના રાજુ વિક્રમ ચૌહાણ, હરેશ વિનું બારૈયા, ચેતન વિનું બારૈયા, રમેશ કાળું બારૈયા, સાવન અઘાભાઈ વેગડ, લાલજી ઓધાભાઈ બારૈયા, જીતુ ડાયા ચૌહાણ, સુનિલ ડાયા ચૌહાણ તથા મુન્ના કાળું જાદવ (રે.ખોડિયાર નગર,ભાવનગર મૂળ.રે સરતાનપર) ભાવેશ મકા સોલંકી, વિનય હરજી ગોહિલ, અશોક ડાયા બારૈયા, વિપુલ હરજી ગોહિલ (રે.કોળિયાક) તથા અશોક રઘા બારૈયા, વિપુલ ધીરી બારૈયા, અશોક ભાયા ગોહિલ (રે.હાથબ) તથા નરેશ ધી ડાભી (રે.મીઠી વીરડી વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં ગત.તા 29/10ના રોજ ડી.વી રેન્જર નામનું જહાજ 84એફ માં બીચિગ માટે આવતું હોય તેમાંથી તાંબુ, પિત્તળ, લોખંડ અને ઇલેક્ટ્રિક સામાનની ચોરી કયર્નિું જણાવાયુ છે.

 


આ ઉપરાંત શિપ બ્રેકર પ્રદીપભાઈ પ્રહલાદરાય બંસલ રે.પૃથ્વી વલ્લભ એપાર્ટમેન્ટ, ભાવનગરની ફરિયાદ પણ હોય ગત તા 24/3ના જહાજ માંથી ચોરી કરેલ.અલગ અલગ ચોરીઓમાં સામેલ ટોળકી પાસેથી ા..9,54,850નો મુદ્દા માલ રિકવર કરેલછે જેમાં ચોરીના કામે લેવાયેલ હોડીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.અલંગ મરીન પો.સ્ટેશન વિસ્તારમાં ગુન્હાઓ આચરેલ હોય પોલીસે વધુ તપાસ હાથધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS