ભચાઉ પાસેથી પાણી ચોરી કરનાર વધુ ૧૫ સામે ફરિયાદ

  • May 22, 2020 09:42 AM 854 views

ભચાઉ પાસેથી પાણી પુરવઠા બોર્ડની લાઈન માંથી પાણીની ચોરી કરનાર વધુ 15 સામે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે

ભચાઉ થી વરસામેડી વચ્ચે આવેલા અલગ અલગ એર વાલ્વ માંથી ગેરકાયદે પાણી કનેક્શન લઈ અને પાણીની મોટાપાયે ચોરી કરવામાં આવી રહી છે ઘણાં લાંબા સમયથી પાણી ચોરી થઈ રહી હતી પરંતુ અત્યાર સુધીમાં પાણી પુરવઠા બોર્ડે પગલાં ભરવામાં પાછી પાની કરે છે પરંતુ હવે પાણી ચોરી કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે પાંચથી વધુ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે વધુ 15 સંચાલકો સામે પાણી ચોરીની ની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં સંધુ હોટલ પાસે આવેલા સ્ટેશન ના માલિક ઈટના ભઠ્ઠાના સંચાલકો કોહિનૂર ઇન્ડસ્ટ્રીઝ, જયશ્રીમા વિરાત્રા પાસેના સર્વિસ સ્ટેશન ના સંચાલકો રામદેવ હોટલના માલિક સરદાર હોટલના માલિક તેમજ ઈટોના ભઠ્ઠાના સંચાલકો સહિત કુલ 15 સામે પાણીની ચોરી તેમજ રૂપિયા ૧૨ લાખ ૨૯ હજાર નું પાણી ચોરી કરીને નુકસાન પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application