BREAKING NEWS

જામનગર: મેડી-કલેઇમની રકમ ચુકવવામાં ઠાગાઠેયા કરનાર ઇન્સ્યોરન્સ કંપની વિરૂઘ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ

  • July 01, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મેડી-કલેઇમની રકમ ચુકવવામાં ઠાગાઠેયા કરનાર ઇન્સ્યોરન્સ કંપની વિરૂઘ્ધ ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ

કાન્તિલાલ મોહનલાલ શાહ કે જેઓ જામનગર મુકામે રહે છે, અને પોતાના પરિવાર જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુટરી હેલ્થ પ્લાન બેસ એપ્રિલ ૨૦૨૫ - ૨૦૨૬ નો પ્રોલોજી હેલ્થ પ્રા.લી. પાસેથી ફરિયાદીની તેના પત્ની સાથે પરિવારની જોઈન્ટમાં મેડીક્લેઇમ પોલીસી વિમો મેળવવામાં આવેલ છે. જે વિમાનો સમયગાળો અસ્તિત્વમાં હોય તે દરમ્યાન કાન્તિલાલને મેડીકલ સારવારની જરૂરિયાત થતા કાન્તીભાઈની સારવાર અમદાવાદ ખાતે મેડીકલ સારવાર કરાવવામાં આવેલ અને ઓપરેશન કરાવવામાં આવેલ અને જે અંગેનો ખર્ચ રૂ.૬૭૯૬૩૧ થયેલ જેથી ક્રાંતિભાઈ દ્વારા રૂ.૬૭૯૬૩૧ નો પ્રોલોજો હેલ્થ કંપની પાસે કલેઇમ મૂકી રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ પ્રોલોજી હેલ્થ પ્રા.લી. દ્વારા કાન્તીભાઈભાઈ પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટસની માંગણી કરવામાં આવેલ, અને ત્યારબાદ કલેઇમની પુરેપુરી રકમ રૂ.૬૭૯૬૩૧ ચુકવવાની જગ્યાએ ખોટી રીતે રૂ.૫૧૯૬૩૧ ની રકમ કાપી લેવામાં આવેલ. જેથી ક્રાંતિભાઈ દ્વારા તાત્કાલિક પ્રોલોજી હેલ્થ પ્રા.લી. કંપનીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરેલ અને રકમ રૂ.૫૧૯૬૩૧ કયા કારણો સર કાપવામાં આવેલ છે તે અંગે પુછવામાં આવેલ પરંતુ પ્રોલોજી હેલ્થ પ્રા.લી.ના જવાબદાર અધિકારી દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નહી અને બાકી રકમ રૂ.૫૧૯૬૩૧ ચુકવવામાં આવેલ નહી. જેથી કાન્તીભાઈ દ્વારા જૈન કોમુનીતીનો સંપર્ક કરવામાં આવેલ પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ મળેલ નહી. 

જેથી કાન્તીભાઈને અન્યાય થયેલ હોય તેવું લાગતા અને પોલીસી લેતી વખતે કોઈ હકીકત જણાવેલના હોય અને ખોટી રીતે રકમ કાપેલ હોય તેવું લાગતા જેનાથી નારાજ થઇ કાંતિભાઈ દ્વારા પોતાના વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન, જામનગરમાં પ્રોલોજી હેલ્થ પ્રા.લી. વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદ ધ્યાને લઇ જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ  પી.સી.રાવલ તથા સભ્ય જે.એચ.મકવાણા દ્વારા સામાવાળા પ્રોલોજી હેલ્થ પ્રા.લી. ના જવાબદાર અધિકારીને તાત્કાલિક હાજર થવાનો હુકમ કરેલ છે.ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application