વસઇની કંપનીના એકાઉન્ટ મેનેજરે લેટરપેડનો દુરપયોગ કર્યાની ફરિયાદ

  • January 02, 2023 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલા વસઇ ગામ પાસે સ્વાન સ્વીટસ પ્રા. લિ. કંપનીના એકાઉન્ટન્ટ મેનેજરે કંપનીના લેટરપેડ પર પોતાનું રાજીનામું સ્વીકાર્યા અંગેનો લેટર બનાવી ખોટી સહી અધિકારીની કરી જયપુર કંપનીમાં લેટરનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કર્યાનો મામલો સિક્કા પોલીસમાં પહોંચ્યો હતો, કંપની દ્વારા આ શખ્સ સામે ફરિયાદ કરવામાં આવતા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. 


જામનગરના ઓશવાળ કોલોની શેરી નં. પ માં રહેતા અને સ્વાન સ્વીટસ પ્રા. લિ. કંપનીના સીઇઓ વિરલ નિલેશચંદ્ર શાહ દ્વારા ગઇકાલે સિક્કા પોલીસ સ્ટેશનમાં મઘ્યમપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ચંદ્રશેખર માર્ગ, નવકાર ભવન, નાગદા ખાતે રહેતા પુનિત રજનેશ જૈનની વિરૂઘ્ધ આઇપીસી કલમ-૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવી હતી.


વિગત અનુસાર આરોપી પુનિત જૈન એ વસઇ ખાતે આવેલી સ્વાન સ્વીટ ખાતે પ્રા. લિ. કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતા હતા તે દરમ્યાન કંપનીના લેટરપેડ પર પોતાનું રાજીનામું સ્વીકાર્યા અંગેનું લેટર બનાવી કંપનીનો સિક્કો લગાવી તેમજ કંપનીના એક્ઝીકયુટીવ ઓફિસર બિમલ વોરાની ખોટી સહી કરી હતી.


ઉપરાંત જયપુર એચ.જી. ઇન્ફ્રા. એન્જીનીયરીંગ કંપનીમાં લેટરનો ખરા તરીકે ઉપયોગ કરી કંપનીની સાથે ઠગાઇ કરીને કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, આ અંગેની વિગતો સામે આવતા વિધિવત ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તા. ૧૩/૬/ર૦રર પહેલાના સમયગાળા દરમ્યાન આ બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application