BREAKING NEWS

જામનગર નજીક મોન્સૂન ફિશિંગ પ્રતિબંધનો ભંગ કર્યાની રાવ

  • July 02, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મોન્સૂન ફિશિંગ પ્રતિબંધનો ભંગ કર્યાની રાવ

માછીમાર સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો 

રાજ્યમાં અમલમાં રહેલા મોન્સૂન ફિશિંગ પ્રતિબંધ દરમિયાન દરિયામાં માછીમારી કરી પરત ફરતા એક માછીમાર સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
​​​​​​​
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે રહેતા બસીર સંધાર (ઉ.વ. ૩૯) પોતાની બોટ ’ટોની’ લઈને મોન્સૂન બ્રેક દરમિયાન દરિયામાં માછીમારી કરવા ગયા હતા. જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોન્સૂન સીઝન દરમિયાન દરિયામાં માછીમારી કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં આરોપીએ તેનો ભંગ કરી માછીમારી કરી પરત ફરતા બેડીના જૂના બંદર જેટી ખાતે પોલીસની તપાસ દરમિયાન ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બીએનએસ તથા ગુજરાત  મત્સ્ય ઉધોગ કાયદા અનુસાર ફરીયાદ દાખલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application