વન્ય પ્રાણીઓ દ્વારા કરતા હુમલા બાદ મોત અને ઈજાના વળતર દરમાં કરાયો વધારો, જાણો હવે કઇ કેટેગરીમાં કેટલી મળશે સહાય

  • December 10, 2023 06:21 PM 



વન્ય પ્રાણીઓ દ્વારા કરતા હુમલા બાદ મોત અને ઈજાના વળતર દરમાં વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર ગીર બોર્ડરની આસપાસ આવેલા માનવ વસાહત અને ખેતીવાડી વિસ્તારમાં હિંસક વન્ય પ્રાણીઓ અવારનવાર ધસી આવે છે. જેના કારણે માનવીઓ અને પશુઓને અસર થાય છે. જેથી વન વિભાગ એ નવો પરિપત્ર જાહેર કરી કે રાજ્યમાં આવેલ અભ્યારણ અને તેની નજીકના વિસ્તારોમાં માનવ મૃત્યુ તથા પશુમૃત્યુના બાદ સરકાર દ્વારા અપ્તતા વળતર માં વધારો કર્યો છે.



જે હુકુમ અન્વયે માનવ મૃત્યુ પર વ્યક્તિદીઠ પાંચ લાખ, ઈજા દ્વારા 40% અપંગતા આવે તો એક લાખ, 60% થી વધુ ઈજા અને અપંગતા હોય તો બે લાખ, ઉપરાંત ત્રણ દિવસ અથવા વધુ હોસ્પિટલમાં દાખલ રહે તો 10,000ની સહાય કરવામાં આવશે.


દુંધાળા પશુઓ માટે પણ વળતર રકમ અધર્વામાં આવી છે, જે મુજબ ગાય ભેસ માટે 50,000, ઊંટ માટે ₹40,000, તો ઘેટા બકરા માટે 5000 અને અન્ય પાલતું પશુઓ જેવા કે ઊંટ, ઘોડા,અને  બળદ માટે 25000ની સહાય કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application