હીટ એન્ડ રનના કેસમાં હવે ૨ લાખ રૂપિયાનું વળતર, કેન્દ્રનો નિર્ણય

  • August 05, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટર વ્હિકલ એકિસડન્ટ ફડં બનશે: પરિવહન મંત્રાલયે કરી દરખાસ્ત
 


સરકારે હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરની રકમ પિયા ૨૫,૦૦૦ થી વધારીને ૨ લાખ કરવાની દરખાસ્ત કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હિટ એન્ડ રન રોડ અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે ૫૦,૦૦૦ પિયાનું વળતર સૂચવવામાં આવ્યું છે.

 


સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૧૯ દરમિયાન દેશમાં કુલ ૪,૪૯,૦૦૨ માર્ગ અકસ્માતોમાં ૧,૫૧,૧૧૩ લોકોના મોત થયા છે. વળતર મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન અકસ્માત પીડિતોના વળતર માટે યોજના બદલવાની જર છે. ગંભીર ઈજા માટે રૂા. ૧૨,૫૦૦ થી રૂા.  ૫૦,૦૦૦ અને મૃત્યુ માટે રૂા.  ૨૫,૦૦૦ થી રૂા.  ૨,૦૦,૦૦૦ સુધી. આ યોજના ૧૯૮૯માં બનેલી વળતર યોજનાના સ્થાને લાગુ કરવામાં આવશે.

 


ડ્રાટ સ્કીમ હેઠળ, મંત્રાલયે માર્ગ અકસ્માતોની વિગતવાર તપાસ, વિગતવાર અકસ્માત અહેવાલ અને તેના રિપોટિગ તેમજ દાવાઓના ઝડપી સમાધાન માટે વિવિધ હિસ્સેદારો માટે સમયમર્યાદાની પ્રક્રિયા સૂચવી છે. સરકાર મોટર વ્હીકલ એકિસડન્ટ ફડં બનાવશે, જેનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર માટે અને અકસ્માત પીડિતોની સારવાર માટે વાપરવામા આવશે.

 


માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં રાયસભામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ માં દિલ્હીમાં હિટ એન્ડ રન માર્ગ અકસ્માતમાં ૫૩૬ લોકો માર્યા  ગયા હતા અને ૧,૬૫૫ લોકો ઘાયલ થયા હતા. મંત્રાલયે આ પ્રસ્તાવિત યોજના માટે ૩૦ દિવસમાં હિસ્સેદારોની ટિપ્પણી પણ માંગી છે.

 


સરકાર ઇલેકિટ્રક વાહનો માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે નોંધણી ફી નહીં લે, કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભરતા તેની નોંધણી ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મંગળવારે સાંજે જાહેરનામું બહાર પાડું છે. અગાઉ, નવી સ્ક્રેપેજ નીતિમાં, ઇલેકિટ્રક વાહનો માટે છૂટની જોગવાઈ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS