યુવતી સાથે ઝગડો કરી આતંક મચાવનાર લુખ્ખાઓની સરભરા

  • March 09, 2021 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવતીના પિતા નિવૃત પીએસઆઇ અને એડવોકેટ બહેનને માર મારનાર ટોળકીને કાયદાનું ભાન કરાવ્યું

 


શહેરના યુનિવર્સિટી રોડ પર ગઇકાલે મહિલા દિને જ પોતાનું મોટરસાયકલ લઈને જતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી સાથે અકસ્માત સર્જાયા બાદ લુખ્ખાઓએ આતંક મચાવી તું લેડિઝ થઇને શું કરી શકે? તેમ કહી ફોન કરી પોતાના ત્રણ મિત્રોને બોલાવી યુવતી ના પિતા નિવૃત પીએસઆઇ અને એડવોકેટ બહેન ઉપર હુમલો કયર્નિા બનાવમાં યુનિવર્સિટી રોડ પોલીસે આ ટોળકીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

 

 


શહેરમાં યુનિવર્સિટી રોડ પર સવગુણ સોસાયટી પ્લોટ નં. 4માં રહેતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં દર્શનાબેન પોપટભાઇ પરમાર ગઈકાલે પોતાનું સ્કૂટર ચલાવી ઓફિસે જવા નીકળ્યા ત્યારે સાધુ વાસવાણી રોડ પર જીજે3એલડી-2340 નંબરના બાઇકના ચાલકે અકસ્માત સર્જતા દર્શનાબેન પડી જતાં તેણે બાઇક ચાલકને ધ્યાન રાખવાનું કહેતાં અકસ્માત સર્જાનાર શખ્સે મારું નામ ધર્મરાજસિંહ ઝાલા છે, તું લેડિઝ થઇને શું કરી શકે? તેમ કહી ઝગડો કર્યો હતો ત્યારે અકસ્માત બાદ દર્શનાબેને બાઇક ચાલકને ’આજે વિશ્વ મહિલા દિવસ છે છતાં તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો?’ તેમ કહેતાં ધર્મરાજસિંહે ફોન કરી પોતાના ત્રણ મિત્રોને બોલાવી દર્શનાબેનને ઘેરી લઇ ઝઘડો શરૂ કર્યો હતો દર્શના બેને પોતાના પિતા નિવૃત પીએસઆઇ પી. એસ. પરમાર અને એડવોકેટ બહેન પદ્મીનીબેનને પણ મદદ માટે બોલાવ્યા હોઇ તેઓ પણ આવી જતાં પાંચેય શખ્સોએ તેમને પણ માર માર્યો હતો.

 

 


આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નિવૃત પીએઅસાઇ પી. એસ. પરમાર ની ફરિયાદ પરથી ગુનો નોંધી મહિલા દિવસે બનેલી આ ઘટનામાં સંડોવાયેલા રૈયા ગામના ધર્મજીતસિંહ રણજીતસિંહ ઝાલા,નિમેષ સંજયભાઇ ધામેલીયા, સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા યોગેશ ભનાભાઇ ચાવડા,. રૈયા રોડ સોપાન હિલ્સ ફલેટ નં. ઇ-502માં રહેતા યાજ્ઞિક દિનેશભાઇ ભટ્ટી તથા ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. 62/373માં રહેતાં પાવન રાજેશભાઇ પરમારની ધરપકડ કરી કાયદા નું ભાન કરાવી સરભરા કરી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS