ફાર્મા, ડિફેન્સ અને એરોસ્પેસના પાર્ટ્સ બનાવતી કંપનીઓના તાળાં ખુલ્યા

  • April 07, 2020 03:47 PM 278 views

લોકડાઉન વચ્ચે રાજકોટની ફાર્મા અને ડિફેન્સ, એરોસ્પેસ ના પાર્ટસ બનાવતી કંપનીઓને આજથી આંશિક છૂટછાટ આપવામાં આવતા આ એકમો માં ઉત્પાદન શરૂ થયું છે. શહેરના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં દવા બનાવતી કંપનીઓ તેમજ એરોસ્પેસ અને ડિફેન્સ ના સાધનો ના પાર્ટ્સ બને છે. કોરોનાના કહેર વચ્ચે આ તમામ ઉદ્યોગો બંધ રહ્યા હતા હજુ ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે તે પૂર્વે જ આ કંપનીઓ દ્વારા એસોસિએશન કક્ષાએથી કલેકટર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે તેમને મર્યાદિત શરતો સાથે કામ શરૂ કરી દેવામાં આવે. તમામ ડોક્યુમેન્ટ અને આધાર રજુ કર્યા બાદ તંત્ર દ્વારા શહેરમાં આવેલી આઠ જેટલી દવાનું ઉત્પાદન કરતી કંપનીઓ અને ૧૫ જેટલા એવા એવા એકમો ડિફેન્સ અને એરોમેટિક પાર્ટસ બનાવે છે તેમને આ મુક્તિ આપવામાં આવી છે.


આજે શહેરના શાપર વેરાવળ ,આજી જીઆઇડીસી, મેટોડા,લોધિકા સહિત ઉદ્યોગિક વસાહતોમાં આવેલી આ કંપનીઓ દ્વારા તેમની ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે રાજકોટમાં શાપર વેરાવળ વિસ્તારમાં આવેલી અને સ્કિન તેમજ ડાયરિયા માટે દવા બનાવતી એન્ડોક કંપની ના ડાયરેક્ટર લાલજીભાઈ બારશિયા એ જણાવ્યું હતું કે, અમારી કંપની ઓનડીઝોન, ફ્લુકાઝોન દવા બનાવે છે. શહેરમાં દવા ની સાથેના રો મટીરીયલ બનાવતી પણ ઘણી કંપનીઓ છે ત્યારે સામાન્ય દિવસોમાં પચાસ હજાર કિલો દવાનું ઉત્પાદન એક મહિનામાં થતું હતું જેની સામે અત્યારે હાલના સંજોગોમાં આ પ્રક્રિયા ધીમી બની છે. દવાના ઉત્પાદન સાથે કાચા માલ થી લઈને પેકેજીંગ સુધીના અનેક તબક્કા હોય છે જે રાજકોટની આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે. જોકે હાલના સંજોગોમાં રાજકોટની દવા કંપનીને આંશિક છૂટછાટ આપવામાં આવી છે જેમાં દવા બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે જ્યારે ટેસ્ટિંગ થી લઇ ડિસ્પેચ કરવા સુધી ના કામમાં જોડાયેલા આ કર્મચારીઓને બાકાત રખાયા છે આથી હજુ અમે તંત્રમાં રજૂઆત કરીશું કે આ કામ માટે કર્મચારીઓને મુક્તિ આપે. 


રાજકોટમાં એસ એન જી લેબ્સ, ઓરચિવ,એનલોન ફાર્મા, માલવિન ફાર્મા,એસેન્ટ ફાર્મા, ક્રિએટિવ ફાર્મા, એસ પી ફોર્મ્યુલેશન તો બીજી તરફ આજથી ડિફેન્સ અને એરોસ્પેસ માટે અલગ-અલગ પાંચ બનાવતી કંપનીઓ એ પણ પોતાના કામને ચાલુ રાખવા માટે કલેક્ટર તંત્રમાં રજૂઆત કરતાં તેમને મંજૂરી આપવામાં આવી છે. આ વિશે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને એરોસ્પેસ ડિફેન્સ ના પાર્ટ બનાવતી કંપનીના ડાયરેકટર રમેશભાઈ ટીલાળા એ એ જણાવ્યું હતું કે, ડિફેન્સ વિભાગમાંથી જ અમને સ્ટોક માટે ઓર્ડર આવતા જેના ઇમેઇલ સહિત પરચેઝ ઓર્ડર તેમજ અન્ય દસ્તાવેજો કલેકટર સમક્ષ રજૂ કર્યા હતા. જેના આધારે કામ શરૂ કરી દેવાયું છે પરંતુ જો મટીરીયલ ની તંગી હોવાને કારણે એક્સપોર્ટ ના ઓર્ડરો ને અસર પહોંચી છે. નિયમોને આધીન મંજૂરીમાં પણ બહારથી કોઈપણ લેબર કે કર્મચારી ન આવી શકે ઇનહાઉસ કામ કરતાં કર્મચારીઓ જ કામ કરી શકશે.

 

કાચા માલની આવક બંધ હોવાથી ધાર્યું પ્રોડક્શન નહીં થાય; સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન
સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ના સેક્રેટરી વિરેન્દ્રભાઈ કોઠારી જણાવે છે કે, આવશ્યક વસ્તુઓ માં ફાર્મા કંપની નો સમાવેશ કરાયો છે સરકારનો સહયોગ પણ છે પરંતુ કાચા માલની આવક સદંતર બંધ હોવાથી ધાર્યું પ્રોડક્શન થઈ શકતું નથી કારણકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૪૦ થી ૪૫ દવા બનાવતી કંપનીઓના યુનિટ છે. એલોપેથી આયુર્વેદિક દવાઓની સાથે કોસ્મેટિક અને સેનિતાઈઝર નું ઉત્પાદન અને દવાની એપીઆઈ રો મટીરીયલ )પણ રાજકોટમાં થાય છે. માત્ર ૫ ટકા જ ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે. દવાઓ માટે વપરાતો કાચો માલ હૈદરાબાદ ,મુંબઈ અને અમદાવાદથી આવે છે જે અત્યારે સાવ બંધ છે આથી જે હાથ પર રો મટિરિયલ છે તેમાંથી જ દવાઓ બનાવવામાં આવે છે જેને લીધે પૂરતો સ્ટોક બની શકતો નથી. જો વહેલી તકે લોકડાઉન પૂરું થાય તો દવા બનાવવાની કામગીરી નિયમિત થઈ શકે.

એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને લગતી કામગીરી માટે બે દિવસ માટે મંજૂરી
ફાર્મા અને ડિફેન્સ પાર્ટ બનાવતી કંપનીઓને આંશિક છૂટછાટ સાથે રાજકોટના અન્ય ઉપયોગી એકમોને આજે અને આવતીકાલે એમ બે દિવસ એકાઉન્ટિંગ સંબંધિત કામગીરી માટે મર્યાદિત કર્મચારીઓને છૂટ આપવામાં આવી છે આ અંગે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના અમૃતભાઈ ઘડિયાળ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કલેકટર સાથે એસોસિયેશનની મીટીંગ મળી હતી જેમાં એચઆર ડિપાર્ટમેન્ટ અને એકાઉન્ટિંગ ને લગતા કામ માટે તબક્કાવાર કર્મચારીઓને જવા દેવામાં આવશે. મહિનાની શરૂઆતમાં શ્રમિકો અને અન્ય કર્મચારીઓને પગાર કરી દેવામાં આવ્યા છે પરંતુ હિસાબો ને લગતા કામ અને ઓડીટ જેવી કામગીરી માટે જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના નામ ના નામ તેમજ આ કર્મચારીઓના મોબાઈલ નંબર અને આધાર નંબર સહિતનો ડેટા એસોસિએશન દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સબમિટ કરવામાં આવ્યું હતું જેના આધારે આજે અઢી તો લોકો માટે પાંચ અને આવતીકાલે વધુ અઢીસો લોકો માટે પાસ ઇસ્યુ કરાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application