10 સપ્ટેમ્બર એટલે આત્મહત્યા નિવારણ દિવસ : જવાબ માંગે છે જીંદગી કે મને અકાળે કેમ બુજાવો છો ?

  • September 10, 2021 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીવનમાં મુશ્કેલીઓ, કસોટીઓ,  નિષ્ફ્ળતા,  હતાશા,  ચિંતા,  સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કોને  પસાર નથી પડતું ? પણ શું તેનો હલ આત્મહત્યા છે ? આજકાલ આપણે જોઈએ જ છીએ કે સોશિયલ મીડિયા પર લોકો આત્મહત્યા કરતા પહેલા વિડીયો વાયરલ કરે છે. વિડીયોમાં પોતાની વ્યથા જણાવે છે. આત્મહત્યા કરવા સુધીની સ્થિતિ કોઈ વ્યક્તિની ત્યારે આવે જ્યારે તે પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી, તેઓ બધા વચ્ચે રહીને એકલતા અનુભવતા હોય છે પરંતુ અંદરથી એકલતા અનુભવતા લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પર લાઈવ થાય છે કે પછી વીડિયો શેર કરી પોતાની વેદના વ્યક્ત કરે છે. કોઈ વ્યક્તિને વાત કરવાને બદલે સોશિયલ મીડિયાનો સહારો લીધો હોય તેવી અનેક ઘટનાઓ બની રહી છે. સોશિયલ મીડિયાનું ચલણ એટલું વધ્યું છે કે લોકો મરતા પહેલા પણ પોતાની વેદના અહીં ઠાલવે છે. આ ચલણ છેલ્લા ઘણા સમયથી વધ્યું છે. લોકો આવા વીડિયો જોતા હોય છે પરંતુ મરતા વ્યક્તિને બચાવવા પહોંચી શકતા નથી.

 

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે સ્ત્રીઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન સૌથી વધુ કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે. સામાન્યરીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4 માંથી 3 સ્ત્રીઓ હોય છે. 

 

આત્મહત્યાથી બચવાનું મહત્વનું પરિબળ છે વાતચીત... સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરુષોને “મજબૂત” થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે.  આપણે છોકરાને કહેતા હોઈએ છીએ કે “છોકરા કદી રડે નહીં”. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે 'નબળાઈ' ગણાય. એવું પણ કહેવાય છે કે જો આપઘાત કરતા પહેલા એક મિનીટ પણ જે-તે વ્યક્તિ વિચારે અથવા તો કોઈ સાથે વાત કરે તો પણ આ અમુલ્ય જીવનને બચાવી શકાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS