દેશ માટે જીવવાની જરૂર : દિનેશ અનાવડીયા

  • March 13, 2021 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ

 

દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ભુજની મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજયસભા સાંસદ દિનેશભાઇ અનાવડીયાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો.

 


આઝાદીના ૭૫ વર્ષ થવાના ૭૫ અઠવાડિયા પહેલા પ્રારભં આ કાર્યક્રમની શઆત થઇ હવે આઝાદીનું મહત્વ ઉજાગર કરવા આ કાર્યક્રમ છે. આપણે શહિદી નથી વહોરવાની પણ ભારત દેશ માટે જીવતા શીખીએ. આપણામાં રાષ્ટ્ર્રભાવના જાગે અને દીર્ધદષ્ટ્રા વડાપ્રધાનનો આગામી ૨૫ વર્ષમાં ભારત શિરમોર બને એ હેતુ છે, એમ રાજયસભા સાંસદ દિનેશભાઇ અનાવડિયાએ જણાવ્યું હતું. ભારત વિશ્ર્વગુરૂ બને એવો આ તકે સંકલ્પ કરીએ. આઝાદીના અમૃત મહોત્સવે હત્પં શું કરી શકું એ સ્વને પૂછી દેશ માટે જીવવાની જરૂરી છે, એમ પણ અનાવડીયાએ જણાવ્યું હતું.

 


વડાપ્રધાને દાંડીકૂચની યાત્રા પ્રારભં કરાવી છે ત્યારે આઝાદીના શહિદોને સ્મરણાજંલિ આપી ભારતને આત્મનિર્ભર સાર્થક કરવા પ્રયત્ન કરીએ એમ પણ અનાવડીયાએ જણાવ્યું હતું.

 


સાહિત્યકાર હરેશ ધોળકીયાએ આ તકે જણાવ્યું હતું કે, ૧૯૨૫માં ગાંધીજીને મહારાવની રાહબરી હેઠળ સ્થાનિક નેતાઓએ કચ્છમાં આમંત્રણ આપ્યું હતું. માંડવી, ભુજ, કોટડા, કોઠારા, ડુમરા, માંડવી, ભુજ, મુન્દ્રા, ભુજ, અંજાર અને પછી જામનગર એમ ગાંધીજીએ કચ્છમાં પ્રવાસ કરી જનચેતના જગાવી હતી.

 


૧૯૨૫માં ગાંધીજી સાથે સંકળાયેલા કચ્છના સંસ્મરણોને તેમને આ તકે વાગોળ્યા હતા. અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળને પુન:ઉજાગર કરવા આ કાર્યક્રમ પ્રારભં થયો છે તેને સૌ સાકાર કરીએ. આજના ૧૨૩૨૦૨૧ના ઐતિહાસિક દિને રાષ્ટ્ર્રપિતાએ દાંડીયાત્રા આરંભી હતી. આ રાષ્ટ્ર્રવ્યાપી કાર્યક્રમમાં સૌ સહભાગી બનીએ.

 


આ તકે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, સરહદ ડેરીના ચેરમેન વલમજી હત્પંબલ, અગ્રણી કેશુભાઇ પટેલ, અગ્રણી સર્વ ભીમજીભાઇ જોધાણી, શિતલ શાહ, ભુજ સીટી મામલતદાર વિવેક બારહટ, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાત, તેમજ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો, ઉધોગપતિઓ, સહકારી સંસ્થાઓના સદસ્યો તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ કોવીડ–૧૯ની ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application