ચુંટણી નજીક આવતા ટ્રમ્પનું તીકડમ, પોતાના નામે 33,000 રૂપિયાના ગોલ્ડન શૂઝ કર્યા લોન્ચ

  • February 19, 2024 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિલાડેલ્ફિયાના કન્વેન્શન સેન્ટરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર ; ઇવેન્ટમાં સમર્થકોનો જમાવડો


અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કની કોર્ટ દ્વારા ૩૫૦ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યા બાદ તેમના નામના જૂતાની બ્રાન્ડ લોન્ચ કરી છે. આ શૂઝને ફિલાડેલ્ફિયા કન્વેન્શન સેન્ટરમાં લોન્ચ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્નીકર ફેન્સ ભેગા થાય છે. આ દરમિયાન ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


અહેવાલ મુજબ, સોનેરી રંગના ટ્રમ્પ બ્રાન્ડના શૂઝ ૩૯૯ ડોલર (લગભગ રૂ. ૩૩,૧૨૩)માં ઓનલાઈન વેચાઈ રહ્યા છે. આના પર અમેરિકન ધ્વજ પણ છપાયેલો છે. જ્યારે ટ્રમ્પે આને લોન્ચ કર્યું ત્યારે કેટલાક લોકોએ તેમની મજાક ઉડાવી હતી કે હવે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં ભીડ એકઠી કરવા માટે જૂતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે, જ્યારે ટ્રમ્પના પ્રથમ સત્તાવાર ફૂટવેરનું ફિલાડેલ્ફિયા કન્વેન્શન સેન્ટર ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારે સ્નીકર કોન દ્વારા ઓફિશિયલી કહેવાયું કે છે કે તેનો તેમના ચૂંટણી અભિયાન સાથે કોઈ સંબંધ નથી.


ટ્રમ્પે હાથમાં ગોલ્ડન શૂઝની જોડી પકડીને લોકોનું અભિવાદન કર્યું હતું. બાદમાં સ્ટેજની દરેક બાજુએ એક-એક જૂતું મૂકીને ટ્રમ્પે કહ્યું, આ રૂમમાં ઘણી બધી લાગણીઓ છે. થોડા દિવસો પહેલા, કોર્ટે ટ્રમ્પ પર તેમની સંપત્તિના મૂલ્યમાં વધારો કરવા બદલ ૩૫૦ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. અમેરિકન રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જેમ જેમ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની નોમિનેશનની નજીક જઈ રહ્યા છે તેમ તેમ તેમણે અસામાન્ય વસ્તુઓ કરવાનું શરૂ કરી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને નવા બ્રાન્ડેડ શૂઝ વેચતા જોવું એ ખૂબ જ અસામાન્ય ઘટના છે. જો કે, આયોજકોએ ટ્રમ્પના જૂતા લોન્ચ ઇવેન્ટને વિશ્વના સૌથી મોટા સ્નીકર શો તરીકે પ્રોત્સાહન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application