સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ઓકિસજનના ૮ પ્લાન્ટ કાર્યરત થશે: કલેકટર

  • June 10, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં તેની સામે લડવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આઠ ઓકિસજન પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલુ છે અને આવતા મહિનાના પ્રારંભમાં તે કાર્યરત થઈ જશે.

 


કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે કેમ લડવું તેનું પ્લાનિંગ રાય સરકાર દ્રારા અને કલેકટર દ્રારા થઈ રહ્યું છે પરંતુ આ બાબતે ખાનગી ડોકટરોનું એમ કહેવું છે કે, તેમના શું સૂચનો છે તે જાણવા માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખાનગી ક્ષેત્રના ડોકટરો અને તેમના સંગઠનોના પ્રતિનિધિઓને મિટિંગ માટે બોલાવ્યા છે. આવતીકાલે આખો દિવસ આ મિટિંગ ચાલશે અને દરેક એસોસિએશન તથા ડોકટરો સાથે અલગ–અલગ તબકકે મિટિંગ યોજવામાં આવશે.

 


જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાજકોટ ખાતેના પ્રતિનિધિઓ, ક્રિટિકલ કેર અને પિડિયાટિ્રક ડોકટરો, સર્જનો વગેરે સાથે બેઠક યોજવામાં આવશે અને થર્ડ વેવ સામે લડવાનો પ્લાન તૈયાર કરવામાં આવશે. બેડ અને ઓકિસજનની સુવિધા વધારવા માટે ખાસ ભાર મુકવામાં આવશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વખતે અઢી હજારનો સ્ટાફ હતો તે ચાર હજારનો કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS