એક એવા કલેક્ટર કે જેમણે ડિસેમ્બરમાં જ બીજા તબક્કાની બીજી લહેરની તૈયારી શરૂ કરી હતી

  • April 30, 2021 07:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આદિવાસી આઇએએસ અધિકારીએ લોકોને ભયમુક્ત બનાવ્યા, હવે આ મોડલ આખા મહારાષ્ટ્રમાં શરૂ થશે, ગુજરાતને દાખલો લેવો જોઇએ


ભારત સરકાર જ્યારે કોરોના સામેની લડાઇ જીતી ગયા છીએ તેવું જાહેર કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્રના એક છેવાડાના જિલ્લાના કલેક્ટરે ભાવિ સંકેતને ધ્યાને લઇ કોવિડ સામે લડવા માટે જંગ શરૂ કર્યો હતો. આ અધિકારી કોરોનાની બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા. ગુજરાતમાં પણ જો આવા કલેક્ટર હોત તો સ્થિતિ આજે સુધરી શકી હોત.

 


મહારાષ્ટ્રના ખૂબ પછાત આદિવાસી જિલ્લા નંદુરબારમાં કોરોના વાયરસ સામે જંગ શરૂ કરનાર અધિકારીનું નામ ડો. રાજેન્દ્ર ભરૂડે છે. તેઓ 2013 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે ડિસેમ્બર મહિનામાં આરોગ્યની સિસ્ટમ ઉભી કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ગુજરાતના એકપણ જિલ્લા કલેક્ટરને આવી સ્થિતિનો અંદાજ આવ્યો નહીં તે ચોંકાવનારી બાબત છે.

 


આ જિલ્લામાં કોરોના સામેની લડાઇ 20 બેડથી શરૂ થઇ હતી. આજે આ જિલ્લામાં 1289 બેડ ઉપરાંત કેર સેન્ટરમાં 1117 બેડ છે. સ્કૂલ, હોસ્ટેલ, સોસાયટી અને મંદિરોમાં તેમણે બેડની વ્યવસ્થા કરી છે. આ જિલ્લામાં 7000થી વધુ આઇસોલેશન અને 1300 આઇસીયુ બેડ તૈયાર છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપ્ને હવે આ મોડલને આખા રાજ્યમાં લાગુ કરવાનું વિચારી રહ્યાં છે.

 


આ આઇએએસ અધિકારીએ ઓક્સિજનના પ્લાન્ટ પણ નાંખી દીધા હતા અને ત્રણ મહિનામાં 28 એમ્બ્યુલન્સ પણ ખરીદી હતી. આ અધિકારીએ સ્થાનિક લોકોને ખાસ તાલીમ આપીને તેમની સેવાઓ લીધી છે. ફેસબુક, ટ્વિટર અને વેબપોર્ટલ જેવા સોશ્યલ માધ્યમોનો ઉપયોગ ઓક્સિજન અને દવાની જાણકારી માટે તેમણે કર્યો છે. જિલ્લા માટેનો ક્ધટ્રોલરૂમ ઉપરાંત 24 કલાક ચાલતી હેલ્પલાઇન પણ તેમણે શરૂ કરાવી છે.

 


આ અધિકારી નંદુરબારના રહેવાસી છે અને આદિવાસી પરિવારમાંથી આવે છે. તેમના જન્મ પહેલાં જ પિતાનું અવસાન થઇ ગયું હતું. તેમની માતા એ સમયે એટલી ગરીબ હતી કે તેમની પાસે પતિનો ફોટો પણ ન હતો. તેમની માતાએ શરાબ વેચીને રાજેન્દ્રને મોટો કર્યો હતો અને આઇએએસ ઓફિસર બનાવ્યો છે. આજે તેઓ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર દેશના હિરો બન્યા છે. એક અધિકારીની દૂરંદેશીના કારણે આ જિલ્લો આજે કોરોના ડરથી મુક્ત બન્યો છે. ગુજરાતે પણ આ મોડલનો સ્વિકાર કરવો જોઇએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS