વેરાવળના ડારી ગામે મનોદિવ્યાંગ સંસ્થાની મુલાકાત લેતાં કલેકટર

  • October 28, 2020 11:34 AM 

માનવ સેવા એ જ પ્રભુ સેવા કરતી ખરેખર માનવ સેવાની જ્યોત પ્રગટાવતી ડારી ટોલનાકા પાસે, વેરાવળ ખાતે કાર્યરત બે સામાજીક સંસ્થાઓએ માનવતા મહેકાવી છે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગોનો આશ્રમ અને જીએજા માનવ સેવા જીવદયા ટ્રસ્ટ સંચાલિત નિરાધારનો આધાર સામાજીક સંસ્થાની કલેકટર અજયપ્રકાશે મુલાકાત લીધી હતી. વેરાવળ સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડો.જીજ્ઞેશ પરમાર, ડો.ટીલાવટ, ફાર્માસીસ્ટ મોરી અને સુપરવાઈઝર નાઘેરા સહિતની મેડિકલ ટીમે આ બન્ને સંસ્થાના લોકોની આરોગ્યની તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી.


અતિ ગંભીર અનાથ દિવ્યાંગો અને મનો દીવ્યાંગ લોકોની મુલકાત દરમ્યાન કલેકટરએ સંચાલકોને જણાવ્યું હતું કે,સંસ્થાને કોઇ જરૂરીયાત ઉભી થાય તો વહિવટી તંત્રને લેખિત જાણ કરવી તંત્ર નિયમોનુસાર કાર્યવાહી કરી સંસ્થાને મદદરૂપ બનશે.અતિ ગંભીર દિવ્યાંગોના આશ્રમના સંચાલક કિશોરભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે,વેરાવળ ખાતે છેલ્લા ૧૯ માસથી આ સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. કોઈપણ સંસ્થા કે એનજીઓ દ્રારા આ સંસ્થામા પ્રવેશ માટે અતિ ગંભીર દિવ્યાંગો આપવામાં આવે છે. ત્યારે દિવ્યાંગોને અહિંયા નિશુલ્ક ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવે છે. હાલમાં અત્યારે આ સંસ્થામાં કુલ ૧૩ દિવ્યાંગો વસવાટ કરે છે. આ સંસ્થામાં વસવાટ કરતા તમામ દિવ્યાંગોને ટેલિવિઝનના માધ્યમથી મનોરંજનની સાથે સાથે સવારે કસરત અને યોગા પણ કરવામાં આવે છે. આ સંસ્થામાં પ્રતાપભાઈ રાઠોડ, રવિભાઈ ખાવડ, કિશોરભાઈ પરમાર, નરેશભાઈ પરમાર,મંજુબેન વાણવી અને હંસાબેન સહિતના લોકો ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે.


નિરાધારનો આધાર સામાજીક સંસ્થાના સંચાલક જનકભાઈ પારેખે કહ્યું કે, છેલ્લા એકાદ વર્ષ થી આ સંસ્થા કાર્યરત છે. અસ્થિર મગજ ધરાવતા બિનવારસી લોકોને આ સંસ્થામાં નિશૂલ્ક પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં કુલ ૨૫ બિનવારસી લોકોની આ સંસ્થા દ્રારા સેવા કરવામાં આવી રહી છે. ભોજન, નિવાસ અને આરોગ્ય સહિતની નિશૂલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે.જિલ્લા કલેકટર અજયપ્રકાશે સંવેદના જતાવી કોરાના વાયરસના કારણે ઉભી થતી પરિસ્થિતિને ધ્યાને લઇને વહીવટી તંત્ર નિરાધાર લોકો પાસે જઇ તેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને કોરોના વાયરસથી સાવચેત થવા સંસ્થાનાં સંચાલકોને સમજણ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS