જૂનાગઢ જિલ્લામાં જરૂર પડયે કાળાબજાર નિયંત્રણ ધારો લગાડવાની કલેકટરની ચીમકી

  • October 28, 2020 11:34 AM 

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  લોકડાઉન દરમિયાન વ્યવસ્થા અંગેની માહિતી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં  જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ  થી ઉભી થયેલી તીવ્ર માંગ વચ્ચે કેટલાક વેપારીઓ વસ્તુઓના ૧૦થી ૨૦ ટકા વધુ ભાવ પર આવતા હોવાની ફરિયાદ સંદર્ભે જિલ્લા કલેક્ટરે શહેરમાં  દરમિયાન કાળાબજાર કરનારા તત્વો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.


જિલ્લા કલેક્ટરે મજુરોના હીઝરત અંગે તાકીદ કરતાં જણાવ્યું હતું કે કોનો  લોકડાઉનની પરિસ્થિતિમાં ખેતી ના માલિક ને ખેત મજૂર પરિવારો ને અને વિવિધ પ્રકારના ઉદ્યોગપતિઓને પોતાના કારખાનાઓમાં કામ કરતા મજૂરોને તરછોડી દેવાના બદલે તેને સંપૂર્ણપણે સાચવી લેવાની જવાબદારી નિભાવવી પડશે તેમ કહી તેમણે જણાવ્યું હતું કે  રાત્રે સાબલપુર પાસે મજૂરોની  હિજરત થતી હોવાની વિગતો મળતાં જિલ્લા વહીવટીતંત્ર થાય એ તાત્કાલિક મજૂરોને રોકીને તે કયા કારખાનામાં કામ કરે છે તેની વિગતો જાણીને તાત્કાલિક મિલ માલિકોને બોલાવીને આ મજૂરોને  ખુલે ત્યાં સુધી સાચવી લેવાની તાકીદ કરી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જે આસામીઓને ત્યાં મજૂરો કામ કરે છે તેમને  લોકડાઉનમાં રજા આપી દેવાના બદલે દરેક માલિકોએ મજૂરોને સાચવી લેવા જણાવાયું છે જો કોઈપણ માલિક કે મોટા ખેડૂતો પોતાને ત્યાં કામ કરતા મજૂરોને રવાના કરી દીધા હોવાની જાણ વહીવટીતંત્રને થશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને દંડ સુધીની  કાર્યવાહી કરવામાં આવશે.દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી અને જિલ્લા વહીવટી તંત્રએ ખાસ તાકીદ કરીને આદેશ આપ્યો છે કે પોતપોતાના ગામમાં કામ કરતા શ્રમજીવીની અને ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોને  તથા ખેડૂતો વતન જવા માટે કાઢી ન મૂકે તેની તકેદારી રાખવી અને આવા કિસ્સા ધ્યાનમાં આવે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવી દ્વારા જે મજૂરોને કોઈ સંભાળવા વાળું ન હોય કે છૂટક મજૂરી માટે જિલ્લામાં આવીને રહેતા હોય તેની જાળવણી વહીવટીતંત્ર કરશે તેવી જાહેરાત કરી હતી જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો સૌરભ પારધી અને જિલ્લા પોલીસ અધિકારી સૌરભ સિંધે  લોકડાઉન દરમિયાન  પરિસ્થિતિ અને ખાસ કરીને લોકોને ઘરમાં રહી સોશિયલ  ડિસ્ટેન્સનો અમલ કરવા હિમાયત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS