રાજકોટથી એઈમ્સ સુધીનો કોરિડોર વિકસાવવા કલેકટર સરકારમાં દરખાસ્ત કરશે

  • July 14, 2021 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૫૦ વર્ષનો વિકાસ ધ્યાનમાં રાખી ટ્રાફિક મેનેજમેન્ટ અને જરૂરિયાત ઉભી કરાશેગુજરાત રાજ્ય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુકત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર અણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એઈમ્સ ખાતે મીટીંગ યોજી હતી.

 


કલેકટરે જણાવ્યું હતું કે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભયુ અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.

 


એઈમ્સ સુધી પહોંચવા ૯૦ મીટર,૩૦ મીટર અને હાલનો ૧૦ મીટરનો હયાત રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી ૫૦ વર્ષની જરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરએ રૂડા, માર્ગ–મકાન વિભાગ ,આર.એમ.સી ,જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધા માં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કયુ હતું. જેમ જરિયાત વધે તેમ–તેમ ફેરફારો ન કરવા પડે અને શઆતનું નિર્માણ માત્રને માત્ર સામાન્ય માણસની જરૂરિયાત સગવડતા ધ્યાને રાખીને થાય તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે કલેકટરે સૂચન કયુ હતું અને આ અંગે ઓથોરિટી દ્રારા પણ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

 


કલેકટરની એઇમ્સ ની મુલાકાત દરમિયાન રાજકોટ ના ડાયરેકટર કર્નલ ચંદનદેવ કટોચે જુદા જુદા વિભાગની તબક્કાવાર પ્રગતિમાં રહેલી કામગીરીની વિગતો આપી હતી અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાયુકત આરોગ્ય સેવા તબીબી શિક્ષણ સાથે સંશોધનની દ્રષ્ટ્રિએ ઉભી થનાર વિવિધ સુવિધા માટે માળખાગત કામગીરી , વિવિધ બ્લોક, અને બિલ્ડીંગ આ અંગે માહિતી આપી હતી. રાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેકટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૧થી ઓપીડી શ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે.જિલ્લા કલેકટર સહિત રાય સરકારના વિવિધ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સ ની હાઇવે ઓથોરિટી ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ રાય સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્રારા જુદી જુદી સેવાઓ માટે કરવામાં આવેલી અને મોકલવાની થતી દરખાસ્તો અને કરેલા સંકલનની વિગતો કલેકટર સમક્ષ રજૂ કરી હતી.

 


એઈમ્સ ખાતે મીટીંગ અને સાઇટ મુલાકાત વેળાએ આર એમ સી ,માર્ગ અને મકાન વિભાગ જેટકો સિંચાઈ ખાતુ, સંબંધિત મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS