કચ્છમાં કોલ્ડ વેવની ચેતવણી: સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે

  • January 12, 2021 10:49 AM 1639 views

લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે: વડોદરા, સુરત અને વિદ્યાનગરમાં ધૂમ્મસ


રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે અને તેના કારણે કચ્છમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જશે અને અનેક સ્થળે કોલ્ડ વેવ કન્ડિશન સર્જાશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરશે.


કચ્છમાં નલિયા ખાતે ગઈકાલે લઘુતમ તાપમાન 4.8 ડિગ્રી હતું તે આજે વધીને 8 ડિગ્રી થઈ ગયું છે. રાજકોટમાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. કેશોદમાં ગઈ કાલે અને આજે એક સરખું 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે ભાવનગરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 12.1 સુરેન્દ્રનગરમાં 13 કંડલામાં 11.6 અમરેલીમાં 15.2 મહુવામાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે આજે વિદ્યાનગરમાં 90% વડોદરામાં 98 ટકા અને સુરતમાં 90 ટકા ભેજ નોંધાયો હતો અને સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application