કચ્છમાં કોલ્ડ વેવ: નલિયા પાંચ, કંડલા 7.7 ડિગ્રી તાપમાન

  • January 13, 2021 11:22 AM 864 views

અમદાવાદ, ડીસા, વડોદરામાં તાપમાન 2થી 4 ડિગ્રી ગગડ્યું

આજે કચ્છમાં કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 8 ડિગ્રી હતું તે આજે ઘટીને 5 ડિગ્રી થઈ ગયું છે કંડલામાં આજનું લઘુતમ તાપમાન 7.7 ડિગ્રી છે જે ગઇકાલના 11.6 ડિગ્રીની સરખામણીએ ચાર ડિગ્રી જેટલું ઓછું છે. ભુજમાં ગઈકાલે 12.1 અને આજે 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.


અમદાવાદ ડીસા વડોદરા સુરતમાં લઘુતમ તાપમાનનો પારો ગઇકાલની સરખામણીએ આજે બેથી ચાર ડિગ્રી જેટલો નીચે ઊતર્યો છે તો સૌરાષ્ટ્રમાં ક્યાંક તાપમાન ઊચકાયુ છે તો ક્યાંક ઘટાડો થયો છે જોકે આ ફેરફાર ઘણો સામાન્ય છે. રાજકોટમાં આજે 13.1 કેશોદમાં 13.6 ભાવનગરમાં 15 પોરબંદરમાં 13.6 વેરાવળમાં 18.4 દ્વારકામાં 15.2 ઓખામાં 17.9 અમરેલીમાં 14 ગાંધીનગર 9, મહુવામાં 17.5 વલસાડમાં 14 અને વિદ્યાનગરમાં 13.5 ડિગ્રી નોંધાયું છે.


દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 થી 90 ટકા આસપાસ રહેવા પામ્યું છે ત્યારે અન્ય વિસ્તારોમાં 50 ટકા આસપાસ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application