ઠંડા પ્રદેશના સફરજન હવે ગુજરાતમાં થશે, મધ્ય ગુજરાતના કરજણમાં સફળ પ્રયોગ

  • June 03, 2021 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશના બાગાયત સંશોધન કેન્દ્રનો તેમણે સંપર્ક કરી 300 છોડ રાજસ્થાનની જયપુર સંસ્થા પાસેથી મેળવ્યા હતા, હવે આવતા વર્ષે સફરજન આવશે

 ઠંડા પ્રદેશમાં થતાં સફરજનની ખેતી હવે ગુજરાતમાં પણ શક્ય બની છે. મધ્ય ગુજરાતના કરજણમાં આ પ્રયોગ એક ખેડૂતે કર્યો છે. કરજણના વેમાર ગામના ખેડૂત ગિરીશ પટેલે તેમના ખેતરમાં સફરજનના 220 જેટલા છોડ ઉછેયર્િ છે.

 


ગિરીશભાઇએ જાન્યુઆરી 2019માં હિમાલયના વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કર્યું હતું. જો કે રેફ્રીજરેટર જેવા ઠંડા વાતાવરણ વાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય એની મૂંઝવણ નિવારતા એમણે જણાવ્યું કે હિમાચલ પ્રદેશની બાગાયત સંશોધન સંસ્થાએ સુધારેલી વરાયટી તૈયાર કરી છે જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યોમાં પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે.

 


ગુજરાતમાં કચ્છના બાગાયત સાહસિકે પ્રથમ પ્રયત્નોની નિષ્ફળતાથી હતાશ થયાં વગર આ સફરજન ઉગાડયાં છે અને તેમનાથી પ્રેરાઈ ને ગિરીશ પટેલે વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે. તેમણે તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી હતી.

 


ગિરીશ પટેલને ઓછા પરિવહન ખર્ચે પ્રમાણિત છોડ મળી ગયા હતા. વાવેતરના બીજા વર્ષે એટલે કે 2020માં તો આ છોડવાઓમાં ફૂલ અને પછી ફળ બેઠાં ત્યારે તેમને આનંદ સાથે આશ્ચર્ય થયું અને પ્રયોગ સફળ થવાનો વિશ્વાસ બંધાયો હતો. જો કે સલાહકાર સંસ્થા એ છોડવા ત્રણ વર્ષ પછી જ પરિપક્વ થતાં હોવાથી ગિરીશ પટેલને તાત્કાલિક એ ફૂલો અને ફળો તોડી લેવાની સલાહ આપી હતી.

 


ગુજરાતમાં થતાં આ સફરજન પીળા અને ગુલાબી છે. તે ખટમધુરા હોય છે. તેમણે પરિવહન ખર્ચ સહિત એક છોડના 300 રૂપિયાના ભાવે 300 છોડ ખરીદ્યા હતા. નિલગીરીની જગ્યાએ તેમણે સફરજનના છોડ વાવ્યા છે. આજે 220 જેટલા છોડ ઉછરી રહ્યાં છે. રાજ્યના બાગાયત વિભાગના અધિકારીઓએ પણ ગિરીશ પટેલના ખેતરની મુલાકાત લીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS