સુશાંતના નિધનની ખબરથી કાંપી ઉઠી, ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેની ઓન-સ્ક્રીન માં 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રવિવારે હોલીવુડ અને બોલીવુડ અને ટેલીવૂડે ઉગતા સિતારાને ગુમાવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તેની વચ્ચે બોલિવૂડ અને ટેલિવૂડમાં  અનેક કલાકારો આ બાબતમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુશાંતને ઘરે ઘરે ઓળખ આવનાર તેની ટેલિવિઝન શ્રેણી "પવિત્ર રિશ્તા"  સુપર હિટ સાબિત થઈ હતી. આ સિરિયલના કલાકારોએ પણ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

પવિત્ર રિશતા સીરીયલમાં સુશાંત સિંહ રાજપૂતના પાત્ર માનવની માતાની ભૂમિકા નિભાવનાર સવિતા તાઈ એટલે કે ઉષા નાડકર્ણીએ પણ જણાવ્યું હતું કે સુશાંતના નિધનની ખબર મળ્યા બાદ તે ખૂબ જ દુઃખી થઈ હતી. સુશાંત વિશે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે " સુશાંત ઘણા શાંત સ્વભાવના હતા.

 

પવિત્ર રિશ્તા સીરીયલમાં લગભગ અઢી વર્ષ સુધી અમે બંનેએ સાથે કામ કર્યું હતું, અને તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. મને મારા હેરડ્રેસરે સુશાંતના નિધન વિશે જણાવ્યું ત્યારે મને વિશ્વાસ થયો ન હતો, મને થયું હતું કે આ એક અફવા છે. તે સમયે વિશ્વાસ નહીં થયો હતો કે સુશાંત  આત્મહત્યા તે કઈ રીતે કરી શકે છે."

 

તેણે આગળ જણાવ્યું હતું કે "પરંતુ ટેલિવિઝન જોયું તો દરેક જગ્યાએ એ જ ખબર આવી રહી હતી. દુઃખની વાત હતી પરંતુ આ ખબર સાચી સાબિત થઈ હતી. સુશાંત સિંહની આત્મહત્યાની ખબર સાંભળીને મારું શરીર કાંપવા લાગ્યું હતું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. થોડી ક્ષણો માટે તો હું હતપ્રભ થઇ ગઇ હતી, અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS