મારા દીકરા ના લગ્નવાળી વાત ફેક ન્યુઝ, આવું કોઈ જ આયોજન નથી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી ટ્વીટ
મારા દીકરા ના લગ્નવાળી વાત ફેક ન્યુઝ, આવું કોઈ જ આયોજન નથી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી ટ્વીટ
April 07, 2021 07:59 PM
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હાઇકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉન ની જરૂર હોવાના નિર્દેશ કર્યા હતા જોકે આ નિર્દેશ પર વિચારણા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા દિવસના લોકડાઉનની જાહેરાતો ન કરવામાં આવી પરંતુ રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠથી સવારે છ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરતા થયા હતા જેમાં એવું લખવામાં આવ્યું હતું કે દિવસનું લોકડાઉન નહીં થાય કારણ કે મારા દિકરાના લગ્ન છે એટલે કે મુખ્યમંત્રી ના દીકરા ના લગ્ન હોવાથી લોકડાઉન જાહેર નથી કરવામાં આવી રહ્યું.
આ પ્રકારના મેસેજ સતત વાયરલ થયા બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે મે મહિનામાં મારા દિકરાના લગ્ન હોવાની વાત ફેક ન્યુઝ છે આવું કોઈ જ આયોજન છે નહીં. હાલ તેમનું અને તેમની સરકારનું ધ્યાન રાજ્યમાં કોરોના નું સંક્રમણ અટકાવવા પર કેન્દ્રિત છે.