વૃદ્ધાશ્રમ, ભિક્ષુક ગૃહમાં અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોના રસીકરણ અંગે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

  • March 23, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી આજે વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે રસીકરણ અંગે તેણે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ થશે. આ રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસી કરવામાં આવશે.
 

 


આ જાહેરાત સાથે મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.
 મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદના થી આ નિર્ણય કર્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS