મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, વાંચો હેલ્થ બુલેટીન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, વાંચો હેલ્થ બુલેટીન
February 15, 2021 11:27 PM 3106 views
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા ખાતે સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. ગઈ કાલે પ્રાથમિક તારણ બીપી લો થયાનું સામે આવ્યું હતું. જો કે તકેદારીના ભાગરુપે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે સવારે તેમના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે એક હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે મુખ્યમંત્રીને થાક, શારીરિક નબળાઈના કારણે ગઈ કાલે વડોદરામાં ચક્કર આવ્યા હતા. ત્યારબાદ તેમને યુ.એન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમનું મેડીકલ ચેકઅપ થયું. તે સાથે જ બધા ટેસ્ટ કરવામાં આવ્યા. તેમનો આરટી પીસીઆર ટેસ્ટ પણ કવરામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈના અન્ય રિપોર્ટ તો નોર્મલ આવ્યા છે પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાની સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો જણાય છે.