1લી મેથી શરુ થશે રસીકરણ અભિયાન, ગુજરાત સરકારે વધુ 1 કરોડ ડોઝનો આપ્ય ઓર્ડર, મુખ્યમંત્રીએ સૌ કોઈને રસી લેવા કરી અપીલ

  • April 30, 2021 04:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય મંત્રી  વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણ ના અગાઉ ના તબક્કાઓ માં  દેશમાં અગ્રેસર રહ્યું છે તેજ  રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સ માં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે. વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં  આરોગ્યકર્મચારીઓ,ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વય ના નાગરિકો મળીને  1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

 

મુખ્યમંત્રી  એ ઉમેર્યું કે દેશભરમાં હવે 18 થી વધુની વય ના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણ નો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. તેમણે કહ્યું કે 28 એપ્રિલ થી આ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વય ના લોકોએ  ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝ નો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડ નો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ  ઇન્સ્ટિટ્યૂટ ની કોવિષિલ્ડ વેક્સિન ના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદ ની ભારત બયોટેક ની કોવેકસિન ના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

 

મુખ્યમંત્રી  વિજય ભાઈ એ સ્પષ્ટ પણે કહ્યું કે  ગુજરાતમાં રસીકરણ નો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકાર ના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે. તેમણે રાજ્યના 18 થી વધુની વય ના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપ થી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને  પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને

 

મુખ્ય મંત્રી  વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં  અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણ ના અગાઉ ના તબક્કાઓ માં  દેશમાં અગ્રેસર રહ્યું છે તેજ  રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સ માં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે
 

 

વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં  આરોગ્યકર્મચારીઓ,ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વય ના નાગરિકો મળીને  1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.
આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે. મુખ્યમંત્રી  એ ઉમેર્યું કે દેશભરમાં હવે 18 થી વધુની વય ના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણ નો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. તેમણે કહ્યું કે 28 એપ્રિલ થી આ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વય ના લોકોએ  ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે

 

રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝ નો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડ નો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ  ઇન્સ્ટિટ્યૂટ ની કોવિષિલ્ડ વેક્સિન ના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદ ની ભારત બયોટેક ની કોવેકસિન ના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે. મુખ્યમંત્રી  વિજય ભાઈ એ સ્પષ્ટ પણે કહ્યું કે  ગુજરાતમાં રસીકરણ નો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકાર ના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે. તેમણે રાજ્યના 18 થી વધુની વય ના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપ થી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને  પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS