6000થી વધુ બેડ રાજકોટમાં ઉપલબ્ધ કરાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

  • April 10, 2021 01:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને ગાંધીનગરના વરિષ્ઠ અધિકારીઓની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષપદે રાજકોટ ખાતે કોરોના વાયરસ ના સંક્રમણ અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મુખ્ય સચિવ અનિલ મુકીમ વગેરે અધિકારી અને શહેરના મેયર  પ્રદીપ ભાઈ ડવ વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ બેઠક બાદ પત્રકારોને સંબોધતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં રાજકોટમાં ૬ હજારથી વધુ સંખ્યામાં કોરોના ના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરાશે. હાથ કે તેમણે ઇન્જેક્શન અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે દર્દીઓને ઇન્જેક્શન મળી રહેશે. તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 

રાજકોટમાં આરટીપીસીઆર ટેસ્ટમાં કલાકનું વેઈટિંગ હોવાની વાત માંગ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટની એક વધારાનું મશીન આપવામાં આવી રહ્યું છે જેથી રિપોર્ટનું ભરાવો ન થાય. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS