વિદેશથી આવેલા લોકો સરકારના આદેશને ગંભીરતાથી લે : મુખ્યમંત્રી રુપાણી

  • March 21, 2020 01:43 PM 770 views

 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 2 દિવસમાં 13 થઈ ગયા છે. તેવામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પત્રકાર પરીષદ સંબોધી લોકોને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જે લોકો વિદેશથી પરત આવે છે તે 14 દિવસના કોરોનટાઈન સમયને ગંભીરતાથી લે કારણ કે સરકાર આ મામલે ગંભીર છે. જે શંકાસ્પદ કેસના દર્દી છે તેમણે પણ સહકાર આપવો જો તેઓ ભાગવાનો પ્રયત્ન કરશે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સરકાર કરશે. મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા સાથે અલાઈદી હોસ્પિટલ તૈયાર કરાશે. આ જગ્યાએ તમામ દર્દીઓની સારવાર થશે. 

 

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોના બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે. તેથી લોકો ખાસ તકેદારી રાખે. સરકાર વધતા કેસને અટકાવવા કામ કરી રહી છે અને લોકોને અપીલ કરે છે કે તેઓ પણ આગામી દિવસોમાં બહાર નીકળવાનું અને લોકોની નજીક આવવાનું ટાળે. વિદેશથી આવેલા લોકો જે કોરોનટાઈન પીરિયડમાં છે તેમના પર સરકારની વોચ છે જ. આ સમયે મોટી ઉમરના લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળે.