'ટેસ્ટ ઇઝ બેસ્ટ'ના સૂત્ર સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો કોરોના ટેસ્ટ

  • September 14, 2020 07:53 PM 784 views

 

રાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જો કે સદનસીબે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલી તકે કોરોના ટેસ્ટ માટે લોકોને આગળ આવવા  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અપીલ કરી છે.  


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકો-લોકોમાં ટેસ્ટિંગ પ્રત્યેનો ડર-ભય દૂર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે ચાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો  અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
    

મુખ્યમંત્રી એ ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’નું સૂત્ર આપતાં સૌને અપીલ કરી છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અને સંક્રમિત વ્યકિતઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને તે ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય-ડર રાખવાની જરૂર નથી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application